
ફ્લાવર શોમાં એન્જિનિયરિંગ અને આર્ટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જાેવા મળ્યું.ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન.અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત વાર્ષિક ‘ફ્લાવર શો‘એ આ વર્ષે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે.અમદાવાદમાં દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. અઢળક રંગબેરંગી ફૂલોથી આબેહૂબ પ્રતિકૃતિઓને બનાવવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ ફ્લાવર શોએ વૈશ્વિક સ્તરે પોતાનો ડંકો વગાડ્યો છે. સતત ત્રીજા વર્શે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડર્સમાં સ્થાન મેળવ્યુ છે. આ સિદ્ધિ બદલ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ તરફથી સત્તાવાર સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે, જે શહેર માટે ગૌરવની ક્ષણ છે.
૩૦ મીટરનું ફ્લાવર મંડળ આ વર્ષના ફ્લાવર શોમાં એન્જિનિયરિંગ અને આર્ટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જાેવા મળ્યું છે. અહીં અંદાજે ૩૦ મીટર લાંબુ વિશાળ ફ્લાવર મંડળ તૈયાર કરવામાં આવ્યું છે. આ મંડળ તેની ભવ્યતા અને ફૂલોની સજાવટના કારણે મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આ જ વિશેષતાએ તેને વર્લ્ડ રેકોર્ડની યાદીમાં સ્થાન અપાવ્યું છે.
સરદાર પટેલનું ફૂલ ચિત્ર વર્લ્ડ રેકોર્ડની સાથે સાથે કળાના ક્ષેત્રમાં પણ આ શોએ એક અલગ છાપ ઉભી કરી છે. શોમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અત્યંત સુંદર અને આબેહૂબ ફ્લાવર પોટ્રેટ બનાવવામાં આવ્યું છે. વિવિધ રંગના જીવંત ફૂલો દ્વારા તૈયાર કરાયેલ આ ચિત્ર રાષ્ટ્રીય ગૌરવની સાથે પ્રકૃતિના અદભૂત સમન્વયને દર્શાવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ દર વર્ષે નવા શિખરો સર કરી રહ્યો છે. સતત ત્રણ વર્ષથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એન્ટ્રી મેળવવી એ આયોજકોની મહેનત અને સર્જનાત્મકતાનું પરિણામ છે. આ રેકોર્ડથી માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતનું નામ વિશ્વના પ્રવાસન નકશા પર વધુ મજબૂત બન્યું છે. લાખોની સંખ્યામાં ઉમટી પડતા મુલાકાતીઓ માટે આ વર્ષનો ફ્લાવર શો માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ એક ઉત્સવ બની રહ્યો છે.




