
રોગચાળો રોકવા એક્શન પ્લાન.ટાઇફોઇડના ૬૭થી વધુ કેસ નોંધાતા રાજ્ય સરકાર એક્શનમાં.આ ગંભીર સ્થિતિને ધ્યાને લેતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને પદાધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા છે.રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક ઉછાળો જાેવા મળી રહ્યો છે. શહેરમાં ટાઇફોઇડના ૬૭થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ગંભીર સ્થિતિને ધ્યાને લેતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને પદાધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા છે.
ટાઇફોઇડના કેસોને નિયંત્રિત કરવા અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે હર્ષ સંઘવીએ એક મહત્વની સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓને તાકીદે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં મુખ્યત્વે રોગચાળો ફેલાવવાના કારણો અને તેને રોકવા માટેના પગલાં પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગાંધીનગરના કલેક્ટર, મનપા કમિશનર અને મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મનપાના ચૂંટાયેલા પદાધિકારીઓને પણ બેઠકમાં બોલાવીને ફિલ્ડ લેવલ પર કામગીરી તેજ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓએ અધિકારીઓને સૂચનાઓ આપી છે.દૂષિત પાણી અને ખાદ્ય પદાર્થોના સેમ્પલિંગની કામગીરી વધારવી.જે વિસ્તારોમાં કેસો વધુ છે ત્યાં સઘન સફાઈ અભિયાન હાથ ધરવું.નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગની ટીમોને કામે લગાડવી.
એકસાથે ૬૭થી વધુ કેસો સામે આવતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા અપીલ કરવામાં આવી છે. પાટનગરમાં વધી રહેલો આ આંકડો તંત્ર માટે પડકારજનક સાબિત થઈ રહ્યો છે.




