
અડાલજ લૂંટ વિથ હત્યા કેસ.ગાંધીનગરના આરોપી વિપુલ પરમારની ધરપકડ કરાઇ.અગાઉ આરોપી વિપુલ પરમારે અનેક ગુનાઓ આચર્યા હોવાનું સામે આવ્યું છે અને આ સિવાય તેણે હત્યા પણ કરી હતી.ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં બનેલા લૂંટ અને હત્યાના ચકચારી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાંચે આ ગુનાને અંજામ આપનાર આરોપી વિપુલ પરમારની ધરપકડ કરી લીધી છે. આ સફળતા બાદ ક્રાઈમ બ્રાંચે રાહતનો શ્વાસ લીધો છે.
અડાલજમાં થયેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. અગાઉ આરોપી વિપુલ પરમારે અનેક ગુનાઓ આચર્યા હોવાનું સામે આવ્યું છે અને આ સિવાય તેણે હત્યા પણ કરી હતી. આ ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી.
આ કેસની તપાસ દરમિયાન, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુપ્ત માહિતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી વિપુલ પરમારને ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિપુલ પરમાર એક ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેણે ભૂતકાળમાં પણ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓ આચર્યા છે. ક્રાઈમ બ્રાંચ હવે તેના અગાઉના ગુનાઓ અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ધરપકડથી અડાલજ વિસ્તારના લોકોને ન્યાય મળવાની આશા જાગી છે અને પોલીસની કાર્યક્ષમતા પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
નોંધનીય છે કે ગાંધીનગરમાં અડાલજ કેનાલ પાસે લૂંટ વિથ મર્ડરના ગુનામાં પોલીસને એક મહત્વની કડી હાથમાં લાગી હતી. પોલીસે બનાવ સ્થળ આસપાસના સીસીટીવી તપાસતા આશરે એકાદ વાગ્યાની આસપાસ એક શખ્સ બાઇક લઈને કેનાલના સર્વિસ રોડ પર જતો જાેવા મળ્યો હતો. રાત્રે બે અઢી વાગ્યાના અરસામાં બહાર નીકળતો પણ જાેવા મળ્યો હતો. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ઉક્ત મોડસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપનાર આરોપીઓની નામાવલી શોર્ટ લિસ્ટ કરવામાં આવી હતી. જેમાં ભૂતકાળમાં બે વર્ષ અગાઉ લુંટ વિથ મર્ડરના ગુનાને અંજામ આપનાર એક આરોપી જામીન ઉપર છૂટીને બહાર આવ્યો હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. પોલીસે આ આરોપીને ઝડપી પાડવા ચારે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
અમદાવાદના અડાલજ વિસ્તારની હદમાં આવતા અમીયાપુર નજીક કેનાલ પાસે યુવક અને યુવતી સાથે આ બનાવ બન્યો હતો. સરદાર નગર વિસ્તારમાં રહેતા વૈભવ મનવાણીનો જન્મદિવસ હોવાથી તે અને એક યુવતી કેનાલ પાસે ગયા હતા. વૈભવ અને યુવતી બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા ત્યારે કેટલાક લુખ્ખા તત્વોએ ત્યાં આવીને લૂંટ કરી હતી. લુખ્ખા તત્વોએ વૈભવ મનવાણીની છરી મારીને હત્યા કરી હતી. તો યુવતી પર પણ હુમલો કર્યો હતો. જેથી યુવતી કારમાંથી ઈજાગ્રસ્ત હાલમાં મળી આવી હતી, ત્યારબાદ તેને સારવાર માટે ખસેડાઈ હતી, જેમાં તેની હાલત ગંભીર હતી. યુવતી મોટેરા વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.
જાેકે ઘટનાસ્થળ ર્નિજન હોવાથી કોઈ મદદ મળી નહોતી. ત્રણ જગ્યાએ છરીના ઘા વાગવા છતાં ઈજાગ્રસ્ત યુવતી અડધો કિલોમીટર ચાલીને મુખ્ય રસ્તા પર આવી હતી. જ્યાં પસાર થતા એક દંપતીની મદદથી પોતાના પિતાને જાણ કરી હતી. ત્યારબાદ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી યુવતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી.




