
હોરર કોમેડી ધુરંધર ૨ના કારણે પાછી ઠેલાઈ હોવાની ચર્ચા હતી.અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ભૂત બંગલા ૧૫ એપ્રિલે રિલીઝ થશે.આ ફિલ્મ શોભા કપૂર, એકતા કપૂર, અક્ષય કુમાર, ફારા શેખ અને વેદાંત બાલી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મોમાં જેની સૌથી વધુ રાહ જાેવાય છે એવી ફિલ્મોમાંની અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ‘ભૂત બંગલા’ની રિલીઝ ડેટ આખરે જાહેર થઈ ગઈ છે. આ ફિલ્મ માટે આ જાેડી ૧૪ વર્ષે ફરી સાથે કામ કરી રહી છે. અક્ષય કુમાર અને ફિલ્મની ટીમે બુધવારે આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે, ૧૫ એપ્રિલ, ૨૦૨૬. આ ફિલ્મની જાહેરાતથી જ ઉત્સુતામાં રહેલાં તેમના ફૅન્સ પણ આ જાહેરાતથી ઉત્સાહમાં છે.પ્રિયદર્શન અને અક્ષયની જાેડીએ આ પહેલાં જ્યારથી તેનું પોસ્ટર જાહેર કર્યું ત્યારથી તેના અંગે ઘણી ઉત્સુકતા છે. ત્યારે હવે તારીખ જાહેર થવાથી ફિલ્મ ફરી ચર્ચામાં આવી છે. અક્ષય કુમારના ખભ્ભે કાળી બિલાડી અને હાથમાં દુધની વાડકી સાથે પાછળ અંધેરી હવેલીનું દૃષ્ય અને તેની સાથે હવે તારીખ જાહેર કરી દેવાઈ.
આ અંગેની પોસ્ટમાં લખાયું હતું, ‘બંગલામાંથી એક ખબર આવી છે! દરવાજા ૧૫ એપ્રિલ ૨૦૨૬ના દિવસે ખુલશે. તમને સિનેમામાં મળીએ ભૂતબંગલા.’અક્ષય કુમાર અને પ્રિયદર્શને પહેલી ભૂલભુલૈયા ફિલ્મથી જ સાબિત કરી દીધું હતું કે તે બંને આ જાેનરના માસ્ટર છે. જેમાં ડરામણી ઘટનાઓ સાથે સચોટ રમુજ અને કટાક્ષનું મિશ્રણ જાેવા મળે છે. તેથી આ ફિલ્મમાં પણ એ જ જાદુ જાેવા મળશે એવી અપેક્ષાઓ છે. આ ફિલ્મની કાસ્ટ પણ મજબુત છે, જેમાં પરેશ રાવલ, તબુ, રાજપાલ યાદવ, જિસ્સુ સેનગુપ્તા, અસરાની અને વામિકા ગબ્બી સહિતના કલાકારો છે. આમાંથી મોટા ભાગના કલાકારો પ્રિયદર્શનની આગળની કોમેડી ફિલ્મનો ભાગ રહી ચુક્યા છે. રાજસ્થાનમાં જયપુર અને હૈદ્રાબાદના વિવિધ ઐતિહાસિક સ્થળો પર આ ફિલ્મનું શૂટ થયું હોવાથી તેના દૃષ્યો પણ વૈભવી હોવાની સાથે રહસ્યનું તત્વ ખડું કરશે, તેની પણ ખાતરી છે. તેથી પ્રિયદર્શનની પાસે અપેક્ષાઓ ઓર વધી જાય છે. આ ફિલ્મ શોભા કપૂર, એકતા કપૂર, અક્ષય કુમાર, ફારા શેખ અને વેદાંત બાલી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, આકાશ કૌશિકે તેની સ્ટોરી લખી છે અને રોહન શંકરે તેના ડાયલોગ લખ્યા છે.




