
વકીલો માટે આ કાયદાને હાથો બનવા દેવાશે નહીં.વકીલો તેમના અસીલના કેસ માટે RTI નો ઉપયોગ કરી શકે નહીં : CIC.મુખ્ય માહિતી કમિશનરના મતે પ્રેક્ટિસ કરતા વકીલ અસીલ માટે કેસ સંલગ્ન માહિતી ના માંગી શકે. કેન્દ્રીય માહિતી પંચ (સીઆઈસી)એ મહત્વનો ર્નિદેશ આપતા જણાવ્યું કે, વકીલો તેમના અસીલના કેસ સંલગ્ન કોઈપણ વિગતો માહિતી અધિકાર કાયદા (આરટીઆઈ) હેઠળ માંગી શકે નહીં. આ પ્રકારે પારદર્શિતા કાયદાનો ઉપયોગ તેના મુખ્ય ઉદ્દેશને નિષ્ફળ બનાવશે. આ માટે સીઆઈસીએ મદ્રાસ હાઈકોર્ટના ઓર્ડરને પણ ટાંક્યો હતો જેમાં એક પ્રેક્ટિસ કરી રહેલા વકીલે તેના અસીલ માટે લડી રહેલા કેસની વિગતો આરટીઆઈ હેઠળ માંગી હતી જેને ફગવાઈ હતી. વકીલો માટે આ કાયદાને હાથો બનવા દેવાશે નહીં તેમ મુખ્ય માહિતી કમિશનરે ચુકાદામાં જણાવ્યું હતું. હરિયાણાના જવાહર નવોદય વિદ્યાલમાં એક ફળ તથા શાકભાજીના કોન્ટ્રાક્ટરનો કરાર સમાપ્ત કરવાના સંદર્ભે વકીલે દાખલ કરેલી બીજી અપીલને ફગાવતા સીઆઈસી સુધા રાની રેલંગીએ નોંધ્યું કે, અરજકર્તાએ તેના ભાઈ વતી વિગતો માંગી હતી, જેના દ્વારા પ્રતિવાદી જાહેર સંસ્થાને ફળ તથા શાકભાજીનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો.
પંચના મતે સપ્લાયરે જાતે વિગતોની માગણી શા માટે નથી કરી, તે બાબતની અસ્પષ્ટતા જ દર્શાવે છે કે અરજકર્તાએ તેના અસીલ વતી વિગતોની માંગ કરી છે જેને માન્ય રાખી શકાય નહીં.મુખ્ય માહિતી કમિશનરે આ અંગે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને પણ ટાંક્યો હતો. હાઈકોર્ટ મુજબ પ્રેક્ટિસ કરી રહેલો વકીલ તેના અસીલના કેસ સંલગ્ન વિગતોની માગણી આરટીઆઈ હેઠળ કરી શકે નહીં. સીઆઈસીના મતે વકીલ આ રીતે આરટીઆઈ કાયદાને હાથો બનાવશે તો તેનો મુખ્ય ઉદ્દેશ નિષ્ફળ જશે. આરટીઆઈ કાયદાનો ઉપયોગ વ્યક્તિગત લાભ માટે કરી શકાય નહીં. જાહેર સંસ્થાએ દાવો કર્યાે હતો કે, આગના બનાવમાં સંખ્યાબંધ રેકોર્ડ્સ ખાખ થઈ ગયા હતા અને વ્યક્તિગત વિગતોને છૂટ હેઠળ આપવાની મનાઈ હતી. માહિતી પંચને સીપીઆઈઓએ જાહેર કરેલી માહિતીમાં કોઈ જ ખામી જણાઈ નહી તેથી અરજીનો નિકાલ કરવામાં આવે છે.




