
સરકાર જલ્દી બનાવશે નિયમ રાષ્ટ્રગાનની જેમ રાષ્ટ્રીય ગીત વંદે માતરમ માટે પણ હવે ઉભા થવું પડશે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ગીત વંદે માતરમને રાષ્ટ્રગાન જન ગણ મન જેવો દરજ્જાે આપવાનો વિચાર કરી રહી છે
મોદી સરકાર રાષ્ટ્રીય ગીત વંદે માતરમને રાષ્ટ્રગાન સમાન દરજ્જાે આપવા માટે એક પ્રોટોકોલ તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. એક રિપોર્ટ અનુસાર આ મહિનાની શરૂઆતમાં ગૃહ મંત્રાલય તરફથી આયોજીત એક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં આ મુદ્દે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. ભારતના બંધારણ પ્રમાણે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગીત બંનેને સમાન સન્માન મળ્યું છે પરંતુ કાયદાકીય અને ફરજીયાત પ્રોટોકોલના મામલામાં બંને વચ્ચે અંતર છે.
હકીકતમાં રાષ્ટ્રગાનના ગાયન સમયે ઉભા થવું જરૂરી છે અને તેનું અપમાન કરવા પર રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ ૧૯૭૧ની હેઠળ સજાની જાેગવાઈ કરવામાં આવી છે. તો બીજીતરફ રાષ્ટ્રીય ગીત વંદે માતરમના ગાયન સમયે ઉભા થવા માટે ફરજીયાત ઉભા થવાનો કાયદો કે લેખિત નિયમ નથી.
એક અગ્રણી અખબારે પોતાના રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવ્યું કે ગૃહ મંત્રાલયની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ છે.
આ દરમિયાન રાષ્ટ્રીય ગીતના ગાયનના નિયમ અને નિર્દેશ સહિત સન્માનના પાસા પર ચર્ચા થઈ. બેઠકમાં તે વિષય પર ચર્ચા કરવામાં આવી કે શું વંદે માતરમ ગાવાનો સમય, સ્થાન અને પદ્ધતિ માટે સ્પષ્ટ નિયમ બનાવવા જાેઈએ? શું તેના ગાયન દરમિયાન રાષ્ટ્રગાનની જેમ ઉભા થવું ફરજીયાત કરવામાં આવે? શું રાષ્ટ્રીય ગીતનું અપમાન કરનાર પર દંડ કે કાયદાકીય કાર્યવાહી કરવી જાેઈએ? મહત્વનું છે કે આ પગલું એવા સમયે ભરવામાં આવી રહ્યું છે જ્યારે મોદી સરકાર વંદે માતરમનો એક વર્ષ ચાલનાર ઉત્સવ મનાવી રહી છે, તો ભાજપે કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિને કારણે રાષ્ટીય ગીતનું મહત્વ ઘટાડવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ અધિવેશન ૧૯૩૭મા વંદે માતરમના કેટલાક છંદોને હટાવી દેવામાં આવ્યા હતા, જેને લઈને ભારતનો આરોપ છે કે આ નીતિએ વિભાજનનો પાયો નાખ્યો, જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ ઈતિહાસ સાથે ચેડાં કરી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અદાલતમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમા માગ કરવામાં આવી છે કે વંદે માતરમ માટે પણ રાષ્ટ્રગાન જેવું ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવે.




