
એક જ ભાષામાં આ સિદ્ધિ મેળવનારી ધુરંધર પ્રથમ ફિલ્મ બની‘ધુરંધર’એ ભારતમાં ૧૦૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈને ઇતિહાસ રચ્યોફિલ્મને ૧૯ માર્ચ, ૨૦૨૬ના રોજ ભવ્ય થિયેટર રિલીઝની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે‘ધુરંધર’એ ભારતમાં ૧૦૦૦ કરોડની કમાણીનો આંકડો પાર કર્યાે છે. આ સાથે જ ફિલ્મે સિનેમાના ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન મેળવી લીધું છે, જ્યાં અત્યાર સુધી માત્ર ‘બાહુબલી ૨: ધ કન્ક્લૂઝન’, ‘KGF: ચેપ્ટર ૨’ અને ‘પુષ્પા ૨: ધ રૂલ’ જેવી ફિલ્મો જ પહોંચી શકી હતી. આ સિદ્ધિ ‘ધુરંધર’ને દેશની સૌથી સફળ ફિલ્મોમાંથી એક ફિલ્મ તરીકે સ્થાપિત કરે છે.ધુરંધર માટે આ બાબત ખાસ છે, તેનું પણ એક ખાસ કારણ છે. કારણકે ‘ધુરંધર’ એક જ ભાષામાં રિલીઝ થઈને ૧૦૦૦ કરોડની કમાણી કરનારી ભારતની પ્રથમ ફિલ્મ બની છે. અગાઉ આ આંકડો પાર કરનાર ફિલ્મોએ અનેક ભાષાઓમાં ડબ થઈને હિન્દી ઉપરાંત ચારથી પાંચ ભાષાઓમાં રિલીઝ થઈ હતી. જ્યારે ‘ધુરંધર’એ પોતાની મૂળ ભાષામાં જ પ્રેક્ષકો સાથે ઘનિષ્ઠ જાેડાણ અને રીપીટ વેલ્યુ દ્વારા આ માઇલસ્ટોન હાંસલ કર્યાે છે.
આ સિદ્ધિ સાબિત કરે છે કે મજબૂત વાર્તા અને ભવ્ય દ્રષ્ટિકોણ સાથે રજૂ કરવામાં આવે તો એક જ ભાષાની ફિલ્મ પણ વૈશ્વિક સ્તરના આંકડા હાંસલ કરી શકે છે.ફિલ્મની અભૂતપૂર્વ સફળતા વચ્ચે નિર્માતાઓએ હવે આગળના અધ્યાયની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. પ્રથમ ભાગ હજી પણ થિએટરર્સમાં સફળતાથી ચાલી રહ્યો છે, ત્યારે જ ‘ધુરંધર ૨’ પર કામ પૂરજાેશમાં શરૂ થઈ ગયું છે. ફિલ્મને ૧૯ માર્ચ, ૨૦૨૬ના રોજ ભવ્ય થિયેટર રિલીઝની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.સિક્વલને ટેન્કિકલ અને ભાવનાત્મક રીતે પહેલા ભાગ જેટલી જ પ્રભાવશાળી બનાવવા માટે તાજેતરમાં મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં ત્રણ દિવસનું મહત્વપૂર્ણ પેચ શૂટ શરૂ કરવામાં આવ્યું છે. આ શૂટિંગ દરમિયાન બીજા ભાગના કેટલાક હાઈ-ઇન્ટેન્સિટી સીનને વધુ અસરકારક બનાવવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.




