
બારડોલીના ૧૦ મિત્રો નદીમાં ન્હાવા ગયા હતા મીંઢોળા નદી ફરી એકવાર ગોઝારી સાબિત થઈ નદીમાં ન્હાવા ગયેલા ૧૦ જેટલા મિત્રોમાંથી બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે સુરત જિલ્લાના બારડોલી વિસ્તારમાં આવેલી મીંઢોળા નદી ફરી એકવાર ગોઝારી સાબિત થઈ છે. નદીમાં ન્હાવા ગયેલા ૧૦ જેટલા મિત્રોમાંથી બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે, જેને લઈને વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.માહિતી મુજબ, બારડોલી અને તેન ગામ ના ૧૦ જેટલા મિત્રો ઉતારા ગામ નજીક મીંઢોળા નદીમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન નદીના ઊંડા પાણીમાં બે યુવકો અચાનક ડૂબી ગયા હતા. સાથીઓએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી.
ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગ ના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી. ભારે મહેનત બાદ બંને યુવકોના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.ત્યારબાદ બારડોલી પોલીસ એ મૃતદેહોને કબ્જે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને વધુ તપાસ શરૂ કરી છે.
મૃતકોમાં હર્ષ ભગુ પરમાર (ઉંમર ૧૫ વર્ષ, રહે. તેન ગામ) અને લખુ રામ પ્રજાપતિ (ઉંમર ૧૯ વર્ષ, રહે. બારડોલી)નો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાએ પરિવારજનોમાં આક્રંદ મચાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મીંઢોળા નદીમાં અગાઉ પણ ડૂબી જવાના બનાવો બનતા રહ્યા છે, છતાંય લોકો જાેખમ લઈને ન્હાવા જતા હોવાના કારણે આવી દુર્ઘટનાઓ ફરી બની રહી છે.




