
કેરોસીનનું વિતરણ કરવાનો ર્નિણય સરકાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવાર દીઠ પાંચ લિટર કેરોસીન આપશે કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ ૧૪.૫૨ લાખ લિટર કેરોસીન ફાળવ્યું રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ પુરવઠાના વિકલ્પ તરીકે કેરોસીનનું વિતરણ કરવાનો ર્નિણય લીધો છે. તે માટે કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ ૧૪.૫૨ લાખ લિટર કેરોસીન ફાળવ્યું છે. દરેક જિલ્લાને ૩૬ હજાર લિટર કેરોસીન અપાશે. આ યોજના હેઠળ એક પરિવારને પાંચ લિટર અને સંસ્થાઓને ૨૫ લિટર કેરોસીનનો જથ્થો પૂરો પાડવામાં આવશે.
ગાંધીનગર વિધાનસભા પરિસરમાં સોમવારે યોજાયેલી પ્રેસવાર્તામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી અને રાજ્યમંત્રી પી.સી.બરંડાની હાજરીમાં વિભાગના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહીને ગેસ પુરવઠાની વ્યવસ્થા મજબૂત બનાવી રહી છે.રાજ્યમાં LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે,બફર સ્ટોકમાં પણ સતત વધારો કરાઈ રહ્યો છે.
ઘરેલું તેમજ કોમર્શિયલ બંને હેતુ માટે PNG પણ પૂરતો પુરવઠો હોવાનો દાવો તેઓએ કર્યો હતો.હાલ LPG ગ્રાહકોને PNG કનેક્શનમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા અપાઈ રહી છે. જેમણે LPG સાથે PNG કનેક્શન પણ લીધું છે તેવા ગ્રાહકોને બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવા તાકીદ કરાઈ છે. LPG પરનું દબાણ ઓછું કરવા આ પગલાં લેવાઈ રહ્યાં છે.




