
મેચમાં બે દિગ્ગજાેને સોંપી મોટી જવાબદારી સોંપાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાશે આ મેચમાં ઓન-ફિલ્ડ અમ્પાયર શ્રીલંકાના કુમાર ધર્મસેના અને ઇંગ્લેન્ડના રિચર્ડ ઇલિંગવર્થ હશે.
ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ની શરૂઆત ૭ ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે, જે ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનાર છે. આ ટુર્નામેન્ટમાં હાઈ વોલ્ટેજ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે, જે ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાશે. આ મેચ ક્રિકેટ ફેન્સ માટે જ નહીં, પરંતુ આખા વિશ્વમાં હાઈ વોલ્ટેજ માનવામાં આવી રહી છે, કેમ કે બંને ટીમો વચ્ચે મેચ હંમેશા રોમાંચક હોય છે. આ મેચને લઈને ૈંઝ્રઝ્રએ પણ મોટી જાહેરાત કરી છે.
ૈંઝ્રઝ્રએ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના ગ્રુપ સ્ટેજ માટે મેચ ઓફિશિયલ્સની જાહેરાત કરી દીધી છે. તેમાં કુલ ૨૪ ઓન-ફિલ્ડ અમ્પાયર અને ૬ મેચ રેફરી સામેલ છે. સુપર ૮ અને નોકઆઉટ સ્ટેજ માટે ઓફિશિયલ્સ પાછળથી પસંદ કરવામાં આવશે. ભારત-પાકિસ્તાન મેચમાં અમ્પાયરિંગની જવાબદારી બે અનુભવી અને દિગ્ગજ અમ્પાયરોને સોંપવામાં આવી છે. આ મેચમાં ઓન-ફિલ્ડ અમ્પાયર શ્રીલંકાના કુમાર ધર્મસેના અને ઇંગ્લેન્ડના રિચર્ડ ઇલિંગવર્થ હશે. કુમાર ધર્મસેનાએ પહેલા પણ ઘણી મોટી મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે, જેમાં ૨૦૧૬ અને ૨૦૨૨ની ટી૨૦ વર્લ્ડ કપ ફાઇનલ સામેલ છે. તે ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચમાં પણ ઓન ફીલ્ડ અમ્પાયર હશે. રિચર્ડ ઇલિંગવર્થ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બહોળો અનુભવ ધરાવે છે. બીજી બાજુ, ટુર્નામેન્ટના પહેલા દિવસે કોલકાતામાં નિતિન મેનન અને સેમ નોગાજસ્કી સ્કોટલેન્ડ અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ગ્રુપ ઝ્ર મેચમાં અમ્પાયરિંગ કરશે. ટીમ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં પોતાની મેચ અમેરિકા સામે ૭ ફેબ્રુઆરીએ મુંબઈમાં રમશે. આ મેચમાં પોલ રાઇફલ અને રોડ ટકર ઓન ફીલ્ડ અમ્પાયરિંગ કરશે.
અમ્પાયર: રોલેન્ડ બ્લેક, ક્રિસ બ્રાઉન, કુમાર ધર્મસેના, ક્રિસ ગેફની, એડ્રિયન હોલ્ડસ્ટોક, રિચર્ડ ઇલિંગવર્થ, રિચર્ડ કેટલબરો, વેન નાઇટ્સ, ડોનોયવન કોચ, જયરામન મદનગોપાલ, નિતિન મેનન, સેમ નોગાજસ્કી, કેએનએ પદ્મનાભન, અલ્હાઉદ્દીન પાલેકર, એહસાન રજા, લેસ્લી રીફર, પૉલ રિફેલ, લેંગટન રૂસેરે, શરફુદ્દૌલા ઇબ્ને શાહિદ, ગાજી સુહેલ, રૉડ ટકર, એલેક્સ વ્હાર્ફ, રવિન્દ્ર વિમલાસિરી, આસિફ યાકૂબ.




