
વોટ્સએપના માધ્યમથી માત્ર એક ક્લિકથી ઉકેલ મળશે ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર શરૂ ૯૯૦૯૯૨૨૬૪૮ હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થીઓ સબ્જેક્ટને લગતા કે સાયકોલોજીકલ પ્રશ્નોનો ઉકેલ મળશે
ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા નજીક આવતા વિધાર્થીઓ અસમંજશમાં આવી જાય છે. કેટલાય વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા બધું ભુલી જતા હોય છે. અનેક પ્રકારની ચિંતા બોર્ડના વિદ્યાર્થીઓને સતાવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓની આ સમસ્યાના ઉકેલ માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે.
આ નંબર પર વિદ્યાર્થીઓ સબ્જેક્ટને લગતા કે સાયકોલોજીકલ પ્રશ્નોનો ઉકેલ મળશે. વિદ્યાર્થીઓને ફોન પર વોટ્સએપના માધ્યમથી માત્ર એક ક્લિકથી ઉકેલ મળશે. આગામી ૨૬ ફેબ્રુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને વિદ્યાર્થીઓની સગવડ માટે હેલ્પલાઇન શરૂ કરવા આદેશ કરાયો છે. ત્યારે શિક્ષણ વિભાગના આદેશને પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ૯૯૦૯૯૨૨૬૪૮ હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થીઓને સબ્જેક્ટને લગતા કે સાયકોલોજીકલ પ્રશ્નોનો ઉકેલ મળશે.વિદ્યાર્થીઓને હેલ્પલાઇન પર વોટ્સએપના માધ્યમથી ઉકેલ મળશે.
DEO કચેરીએ વિદ્યાર્થીઓની સમસ્યાના ઉકેલ માટે કન્ટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. જેના દ્વારા એક્સપર્ટ અને સાયકોલોજીસ્ટની ટિમ વિદ્યાર્થીઓને કોલ કરી માર્ગદર્શન આપશે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓને સાયકોલોજીકલ સમસ્યા વધારે જાેવા મળતી હોય છે. વાંચું છું પણ યાદ રહેતું નથી. મને પરીક્ષાનો ડર સતાવે છે જેવા પ્રશ્નો વધારે પડતા હોય છે. જેના માટે અમારી સાયકોલોજીસ્ટની ટીમ વિદ્યાર્થીઓને કોલ કરી તેઓનો ડર દૂર કરે છે અને પરીક્ષા માટે માર્ગદર્શન આપે છે. એવી જ રીતે જાે કોઈ વિદ્યાર્થીઓના વિષયને લાગતા પ્રશ્નો હોય તો તેના માટે વિષયને લગતા એકપર્ટ વિદ્યાર્થીઓનો વોટ્સએપ મેસેજ આવતા જે તે વિદ્યાર્થીઓને કોલ કરી વિષયને લગતું માર્ગદર્શન આપે છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ અપીલ કરવામાં આવી છે કે, પરીક્ષાને લગતી કોઈપણ સમસ્યા હોય તો આ હેલ્પલાઇનનો સંપર્ક કરે.




