
કર્મચારીને ૨ વર્ષ પહેલા જ નોકરીમાંથી કાઢી મુક્યો હતો.ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ હંગામી કર્મચારી દ્વારા તોડફોડ કરાઈ.આ પૂર્વ હંગામી કર્મચારીએ બોટની ડિપાર્ટમેન્ટના અધ્યાપકની કાર અને ઓફિસમાં તોડફોડ કરી છ.અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડ કરવામાં આવી છે. બોટની અધ્યાપકની ઓફિસમાં આ તોડફોડ કરવામાં આવી છે. પૂર્વ હંગામી કર્મચારી દ્વારા આ તોડફોડ કરવામાં આવી છે. આ પૂર્વ હંગામી કર્મચારીએ બોટની ડિપાર્ટમેન્ટના અધ્યાપકની કાર અને ઓફિસમાં તોડફોડ કરી છે. પૂર્વ કર્મચારીએ ઓફિસના દરવાજાનો કાચ તોડી નાખ્યો છે અને ટેબલ-ખુરશી તથા કારને પણ નુકસાન પહોંચાડ્યું છે. તમને જણાવી દઈએ કે જૂની અદાવતમઆં કર્મચારીએ આ તોડફોડ કરી હોવાની જાણવા મળી રહ્યું છે. એક મહિલાની ફરિયાદ બાદ હંગામ કર્મચારીને ૨ વર્ષ પહેલા જ નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે અને આ જૂની અદાવત રાખીને પૂર્વ હંગામી કર્મચારીએ આજે બોટની અધ્યાપકની ઓફિસમાં અને કારમાં તોડફોડ કરી નાખી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં જાેવા મળતી ગંદકી અને અખાદ્ય ભોજનના મુદ્દે ABVP દ્વારા મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVP કાર્યકર્તાઓએ કેન્ટીનની તાળાબંધી કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદ થાય તે કોઈ નવી બાબત નથી. થોડા મહિનાઓ પહેલા છમ્ફઁ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેનેજમેન્ટ કોર્સમાં પ્રસ્તાવિત ફી વધારા મુદ્દે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સૂત્રોચ્ચાર સાથે ABVP કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુનિવર્સિટી સત્તાધીશોએ મેનેજમેન્ટ કોર્સિસમાં રૂપિયા ૨,૫૦૦ની પ્રસ્તાવિત ફી વધારા મામલે વિચારણા કરી હતી, જેને લઈને ABVP વિરોધ નોંધાવ્યો હતો.
