
ભિલોડાના ટાકાટુકા ગામની ઘટના.એરંડાની આડમાં વાવેતર કરેલા ગાંજાના ૨૩ છોડ જપ્ત કરાયા.ભિલોડા પોલીસે કિ.રૂપિયા ૪.૮૫ લાખના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથધરી.ભિલોડા તાલુકાના ટાકાટુકા ગામે ખેતરમાં એરંડાની આડમાં ગાંજાનું વાવેતર કરાયું હોવાની બાતમીના આધારે ભિલોડા પોલીસે ટાકાટુકા ગામે રેડ કરી ગાંજાના ૨૩ છોડ સાથે એકને ઝડપી પાડ્યો હતો. ભિલોડા પોલીસ મથકના પી.આઈ. એ.બી.ચૌધરીને મળેલી બાતમીના આધારે ભીલોડા પોલીસ સ્ટેશનના માણસોએ ટાકાટુકા ગામની સીમમાં ડ્રોનનો ઉપયોગથી રેઇડ કરી હતી.
જ્યાં ગામની સીમમાં એરંડાની આડમાં ગાંજાના છોડ નંગ-૨૩ મળી આવ્યા હતા. જેને એફ.એસ.એલ અધિકારીઓએ પોતાના કિટ બોક્ષ વડે પ્રાથમિક પરીક્ષણ કરી ટ્ઠજાેતાં ગાંજાે હોવાનું જણાઇ આવ્યો હતો. આથી ખેતરનો ભોગવટો રાખનાર સંજયકુમાર તેજુભાઇ ગમાર (હાલ રહે.ટાકાટુકા, તા.ભિલોડા, મૂળ રહે. સેબલીયા, તા.પોશીના)ને ઝડપી લીધો હતો. પોલીસે લીલાશ પડતા પાંદડી, દાંડી સહીતના માંદકવાસવાળા ગાંજાના છોડ નંગ-૨૩ જેનું વજન-૯.૭૦૦ કિલોગ્રામ જેની કિ.રૂ. ૪.૮૫લાખના મુદ્દામાલને જપ્ત કર્યાે હતો. જ્યારે ઝડપાયેલા વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.




