
૩૫મી ઓલ ઈન્ડિયા જી.વી.માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપમાં દીપક હલવાઈને રજત ચંદ્રક દીપક હલવાઈ છેલ્લા ૨૨ વર્ષથી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધામાં તેમણે અત્યાર સુધીમાં ૧૩ મેડલ મેળવ્યા છે
મોહાલી, પંજાબ ખાતે યોજાયેલી ૩૫મી ઓલ ઈન્ડિયા જી.વી.માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ની રાઈફલ ઇવેન્ટમાં વડોદરાના બરોડા રાઇફલ ક્લબના રમતવીર દીપક હલવાઈએ રજત ચંદ્રક મેળવી વડોદરાનું ગૌરવ વધાર્યું છે.
ચેમ્પિયનશિપમાં દીપક હલવાઈએ ૫૦ મીટર ઓપન સાઈટ રાઈફલ પ્રોન ચેમ્પિયનશિપની માસ્ટર મેન ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રજત ચંદ્રક મેળવ્યો હતો.
દીપક હલવાઈ છેલ્લા ૨૨ વર્ષથી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં તેમણે અત્યાર સુધીમાં ૧૩ મેડલ મેળવ્યા છે. ઉપરાંત ગુજરાત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તેઓ સતત ૨૮ વર્ષથી સુવર્ણ ચંદ્રક મેળવતા આવ્યા હોવાનું બરોડા રાઇફલ ક્લબ દ્વારા જણાવાયું છે.




