
રશ્મિકાની આ અભિનેતા સાથે સગાઈ અગાઉ રશ્મિકા ૧૩ વર્ષ મોટા અભિનેતા સાથે લગ્ન કરવાની હતી ‘ગીતા ગોવિંદમ‘ અને ‘ડિયર કોમરેડ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલા રશ્મિકા અને વિજય દેવેરાકોંડા વર્ષાેથી ડેટિંગ કરી રહ્યા છે.
સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત સ્ટાર્સ રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડા લગ્ન કરવા જઈ રહ્યા છે. ‘ગીતા ગોવિંદમ‘ અને ‘ડિયર કોમરેડ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલા રશ્મિકા અને વિજય દેવેરાકોંડા વર્ષાેથી ડેટિંગ કરી રહ્યા છે. જાેકે, તેઓ હંમેશા તેમના સંબંધોને લાઈમલાઈટથી દૂર રાખવાનો પ્રયાસ કરતા રહ્યા છે. તેઓએ ક્યારેય તેમના ડેટિંગને ઓફિશિયલ નહતું કર્યું.હવે રશ્મિકા અને વિજય લગ્નના બંધનમાં બંધાવાના છે. બંનેએ તાજેતરમાં જ તેમના ફેન્સ સાથે આ ગુડ ન્યૂઝ શેર કરી છે. તેમના ફેન્સના સન્માનમાં તેઓએ તેમના દ્વારા આપવામાં આવેલ કપલ નામ VIROSH ને વેડિંગ ટાઈટલ રાખ્યું છે.ત્રણ દિવસમાં રશ્મિકા મંદાના વિજય સાથે લગ્નના બંધનમાં બંધાશે. પણ શું તમે જાણો છો કે લગભગ એક દાયકા પહેલા રશ્મિકાએ બીજા અભિનેતા સાથે લગ્ન કરવાનું વિચાર્યું હતું? હા, ૨૦૧૭માં રશ્મિકાએ તેના કરતા ૧૩ વર્ષ મોટા અભિનેતા સાથે સગાઈ કરી હતી.આ અભિનેતા રક્ષિત શેટ્ટી છે, જે કન્નડ સિનેમામાં પ્રખ્યાત છે.
રશ્મિકા મંદાનાએ તેની પહેલી ફિલ્મ ‘કિરિક પાર્ટી’ માં રક્ષિત સાથે કામ કર્યું હતું. આ સમય દરમિયાન તેઓ નજીક આવ્યા. ૨૦૧૭માં માત્ર ૨૧ વર્ષની ઉંમરે અભિનેત્રીએ તેનાથી ૧૩ વર્ષ મોટા રક્ષિત સાથે સગાઈ કરી હતી.રશ્મિકા મંદાના રક્ષિત સાથે લગ્ન કરવાની હતી, પરંતુ ૨૦૧૮માં તેમની સગાઈ તૂટી ગઈ. તે સમયે તેઓએ તેમના અલગ થવાનું કારણ નહતું જાહેર કર્યું. જાેકે, એવું કહેવાય છે કે કંપેટિબિલિટી ઈશ્યુ તેમના અલગ થવાનું કારણ બન્યો હતો. બંને પોતપોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હતા.રક્ષિત સાથે બ્રેકઅપ થયા પછી રશ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડાને ડેટ કર્યાે. હવે વર્ષાે સુધી ડેટિંગ કર્યા પછી બંને ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ઉદયપુરમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.




