
૨૦૨૬ની બીજી સૌથી હિટ ફિલ્મ બની ‘દ્રશ્યમ ૩’ની કમાણી ૫૦૦ કરોડને પાર પહોંચી; આ ક્લબમાં અજયની પ્રથમ ફિલ્મ ફિલ્મે ભારતમાં ૩૨૩.૫૦ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. આ સાથે વર્ષ ૨૦૨૬માં ભારતની સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ બની છે ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘દ્રશ્યમ ૩’ સમગ્ર વિશ્વનાં બોક્સ ઓફિસ પર ૫૦૦ કરોડની કમાણીનો આંક પાર કરી લીધો છે. ૫૦૧.૮૦ કરોડનાં વર્લ્ડવાઈડ કલેક્શન સાથે આ અજય દેવગન લીડ એક્ટર તરીકે હોય તેવી તેનાં કરિયરની પ્રથમ ૫૦૦ કરોડ ક્લબમાં સામેલ થનાર ફિલ્મ બની છે. ટ્રેડ વેબસાઈટ સૈકનિલ્ક અનુસાર, ફિલ્મે ભારતમાં ૩૨૩.૫૦ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. આ સાથે વર્ષ ૨૦૨૬માં ભારતની સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ બની છે.ફિલ્મે રિલીઝનાં ૧૨માં દિવસે એટલે કે- બીજા મંગળવારે ભારતમાં ૮.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સોમવારે ૬ કરોડ રૂપિયાના કલેક્શનની સામે તેમાં ૪૧.૭%નો વધારો નોંધાયો હતો. મંગળવારે ટિકિટોની કિંમત ઓછી થવા અને લગભગ નવી ૧૦૦૦ વધુ સ્ક્રિન મળવાને કારણે કલેક્શનમાં આ સુધારો જાેવા મળ્યો છે. આ ફિલ્મે પોતાના પ્રથમ સપ્તાહમાં ૨૪૫.૫૦ કરોડની કમાણી કરી હતી. ૨ ઓક્ટોબરે રિલીઝ થયેલ આ ફિલ્મે તેના પ્રથમ વિકેન્ડ પર ૧૭૬.૫૦ કરોડની કમાણી કરી હતી.સમગ્ર વિશ્વમાં કુલ કમાણી મામલે ‘દ્રશ્યમ ૩’ (૫૦૧.૮૦ કરોડ રૂપિયા)એ ‘બોર્ડર-૨’ (૪૬૪.૫૦ કરોડ રૂપિયા) અને ‘હનુમાન અંશ’(૪૩૬.૭૫ કરોડ રૂપિયા) બંનેને પાછળ છોડી દીધી છે. આ યાદીમાં માત્ર ‘ધુરંધર ૨’ જ આગળ છે. જેણે સમગ્ર વિશ્વમાં ૧૮૫૨.૪૪ કરોડ રૂપિયાનું જંગી કલેક્શન હાંસલ કર્યું છે. બીજા સપ્તાહમાં કોઈ મોટી નવી ફિલ્મ ના હોવાનો સીધો ફાયદો ‘દ્રશ્યમ ૩’ને થિએટરમાં મળી રહ્યો છે.




