
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી પર કરવામાં આવેલા ખોટા કેસ મુદ્દે ગઈકાલે કોર્ટે પોતાનો નિર્ણય જાહેર કર્યો અને તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા. ત્યારબાદ સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને આજે આમ આદમી પાર્ટી દ્વારા જામનગરમાં આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી.
આ દરમિયાન જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલજી પર ભારતીય જનતા પાર્ટીની એજન્સીઓ દ્વારા ખોટા કેસ કરવામાં આવ્યા હતા અને ગઈકાલે દિલ્હીની કોર્ટે અરવિંદ કેજરીવાલજી સહિત તમામને નિર્દોષ જાહેર કર્યા. આ નિર્ણય બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. આ નિર્ણય બાદ સાબિત થઈ ગયું કે અરવિંદ કેજરીવાલજી કટ્ટર ઈમાનદાર નેતા હતા, કટ્ટર ઈમાનદાર નેતા છે અને હંમેશા કટ્ટર ઈમાનદાર નેતા રહેશે. તો જ્યારે કેજરીવાલજીને નિર્દોષ જાહેર કર્યા છે ત્યારે આજે જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રદેશના નેતાઓ દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી છે




