
આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હશે વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ હવે ૧૨ જૂને આવશે ફિલ્મમાં મનિષ પોલ, મૌની રોય, જિમ્મી શેરગિલ અને ચંકી પાંડે સહિત અન્ય કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે વરુણ ધવનની આગામી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ની રિલીઝ તારીખ હવે સત્તાવાર રીતે બદલી દેવામાં આવી છે.
અભિનેતા વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડેની આ ફિલ્મ હવે ૧૨ જૂન ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મ ૫ જૂન ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની હતી.આ એક અઠવાડિયાના ફેરફાર પાછળનું મુખ્ય કારણ યશની ફિલ્મ ટોક્સિકની રિલીઝ ડેટમાં થયેલો ફેરફાર છે. ‘ટોક્સિક’ હવે ૪ જૂન ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની છે. અગાઉ આ ફિલ્મ ૧૯ માર્ચના રોજ રિલીઝ થવાની હતી, જે વખતે તેની ટક્કર રણવીર સિંહની ધુરંધર: ધ રિવેન્જ સાથે થવાની હતી.ફિલ્મનું નિર્માણ કરનાર પ્રોડક્શન હાઉસ ટિપ્સ ફિલ્મ્સે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ અંગે સત્તાવાર નિવેદન શેર કર્યું હતું. તેમાં લખ્યું હતું:“અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે અમારી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ૫ જૂનના રોજ રિલીઝ થવાની હતી અને આ તારીખ અમે કેટલાંક મહિના પહેલાં જાહેર કરી હતી. પરંતુ તાજેતરના ફેરફાર અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમને લાગ્યું કે અમારી રિલીઝ તારીખ બદલવી વધુ યોગ્ય રહેશે. “અમારો વિશ્વાસ મજબૂત છે કે એક જ તારીખે નિરર્થક સ્પર્ધા કરવા કરતાં, જ્યારે ફિલ્મમેકર્સ એકબીજાને સમર્થન આપે ત્યારે ઇન્ડસ્ટ્રી માટે હંમેશા સારું થાય છે.”નિવેદનમાં લખાયું, “આ એકતા અને સહયોગની ભાવનામાં અમે ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ની રિલીઝ હવે ૧૨ જૂન પર ખસેડવાનો ર્નિણય લીધો છે અને અમારી ફિલ્મ દર્શકો સુધી એક અઠવાડિયા બાદ લાવશું.”આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેમાં વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે વચ્ચે લવ ટ્રાયેંગલ દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં મનિષ પોલ, મૌની રોય, જિમ્મી શેરગિલ અને ચંકી પાંડે સહિત અન્ય કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે.




