
તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર.કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો દ્ગજીછ કર્યો રદ.લદાખમાં શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ મજબૂત કરવા અને તમામ પક્ષો સાથે રચનાત્મક સંવાદને આગળ વધારવા નિર્ણય.લદાખમાં હિંસાને લઈને ધરપકડ કરવામાં આવેલા સામાજિક કાર્યકર અને એન્જિનિયર સોનમ વાંગચુકને મોદી સરકારે મુક્ત કરવાનો ર્નિણય લીધો છે. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (દ્ગજીછ) હેઠળ તેમની અટકાયતને તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે.
સોનમ વાંગચુકને લદાખમાં થોડા મહિના પહેલા થયેલી હિંસા બાદ ધરપકડ કરવામાં આવ્યા હતા. સરકારનું કહેવું છે કે આ ર્નિણય લદાખમાં શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ મજબૂત કરવા અને તમામ પક્ષો સાથે રચનાત્મક સંવાદને આગળ વધારવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા મુજબ, આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે અને યોગ્ય વિચાર-વિમર્શ બાદ સોનમ વાંગચુકની અટકાયત તાત્કાલિક અસરથી રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ લેહમાં હિંસાને કારણે ગંભીર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પેદા થઈ હતી. સરકારના જણાવ્યા મુજબ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના ઉદ્દેશ્યથી લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ હેઠળ સોનમ વાંગચુકને ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ NSA ની જાેગવાઈઓ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. સોનમ વાંગચુક અટકાયતના સમયગાળાનો લગભગ અડધો સમય જેલમાં વિતાવી ચૂક્યા છે.
કેન્દ્ર સરકાર લદાખમાં વિવિધ હિતધારકો અને સમાજના નેતાઓ સાથે સક્રિય રીતે સંવાદ કરી રહી છે જેથી વિસ્તારના લોકોની ચિંતાઓનું સમાધાન કરી શકાય. જાેકે બંધ અને વિરોધ પ્રદર્શનોનું વર્તમાન વાતાવરણ સમાજ માટે ખરાબ સાબિત થયું છે. પ્રદર્શનોને કારણે વિદ્યાર્થીઓ, નોકરી શોધનારાઓ, વ્યવસાયો, પર્યટન સંચાલકો અને પ્રવાસીઓ સહિત સમુદાયના વિવિધ વર્ગોને અને લદાખના અર્થતંત્રને ઘણું નુકસાન થયું છે. સોનમ વાંગચુક – લદ્દાખના એક એન્જિનિયર, શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર – લાંબા સમયથી શિક્ષણ અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓમાં સક્રિય છે. તેમણે લદ્દાખમાં શૈક્ષણિક સુધારા અને સ્થાનિક પર્યાવરણીય સંરક્ષણ પર કેન્દ્રિત અનેક ઝુંબેશનું નેતૃત્વ કર્યું છે. આમિર ખાનની ફિલ્મ ૩ ઇડિયટ્સ માં દર્શાવવામાં આવેલ ફુનસુખ વાંગડુનું પાત્ર સોનમ વાંગચુકથી પ્રેરિત હતું. તાજેતરના સમયમાં, તેઓ લદ્દાખને લગતા રાજકીય અને બંધારણીય મુદ્દાઓ પર પણ અવાજ ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને, તેમણે લદ્દાખ માટે બંધારણીય સુરક્ષા, પર્યાવરણીય સંરક્ષણ અને સ્થાનિક લોકોના અધિકારોની હિમાયત કરતી ચળવળો અને વિરોધ પ્રદર્શનોનું વારંવાર આયોજન કર્યું છે.




