
રામ લલ્લાના લીધા આશીર્વાદ. IPL પહેલા લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પહોંચી અયોધ્યા. LSG ને અત્યાર સુધી ફાઈનલમાં જગ્યા મળી નથી.IPL 2026ની શરૂઆત પહેલા લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ આજે શનિવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા પહોંચી હતી. આ તકે ટીમના માલિક સંજીવ ગોએન્કા અને કેપ્ટન ઋષભ પંત પણ હાજર રહ્યા હતા. મંદિર પરિસરમાં ન્જીય્ માલિક, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરના કર્મચારીઓએ પૂજા-અર્ચના બાદ તમામને અયોધ્યા રામ મંદિરના પરિસરમાં ફેરવ્યા હતા અને નવનિર્મિત મંદિરની તમામ જગ્યાના દર્શન કરાવ્યા હતા. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ન્જીય્ના સોશિયલ મીડિયા હેન્ડલ પર સંજીવ ગોએન્કા અને ઋષભ પંતની મંદિર પરિસરની તસવીરો શેર કરવામાં આવી છે.
લખનઉ સુપર જાયન્ટ્સ ૨૦૨૨માં IPL લીગ સાથે જાેડાઈ હતી. છેલ્લા ૪ સીઝનમાં ટીમ એક પણ વાર ફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહી નથી. IPL 2025 માં ટીમ નવા કેપ્ટન ઋષભ પંત અને લગભગ નવી ટીમ તથા કોચિંગ સ્ટાફ સાથે મેદાનમાં ઉતરી હતી, પરંતુ તેની અસર પ્રદર્શન પર જાેવા મળી ન હતી. ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી અને સાતમા સ્થાને રહી હતી. કેપ્ટન ઋષભ પંત બેટ્સમેન તરીકે પોતાનો પ્રભાવ પાડી શક્યો ન હતો, જ્યારે મેન્ટર ઝાહીર ખાન પણ ખાસ કોઈ કાઠું કાઢી શક્યા ન હતા.
IPL 2026 માં LSG ફરી એકવાર નવી કોચિંગ ટીમ અને ઘણા નવા ખેલાડીઓ સાથે ઉતરી રહી છે. ટીમની જર્સી અને લોગોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.LSG આ સિઝનમાં પોતાનો દબદબો રાખવા અને પ્રથમ IPL ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
LSG આ સિઝનમાં કેપ્ટન ઋષભ પંત, નિકોલસ પૂરન, એડન માર્કરમ, મિશેલ માર્શ, મોહમ્મદ શમી, મયંક યાદવ, મોહસિન ખાન અને દિગ્વેશ રાઠી જેવા ખેલાડીઓ પાસેથી શાનદાર મેચ વિનિંગ પ્રદર્શનની આશા રહેશે. મોહમ્મદ શમી આ સિઝનમાં પ્રથમ વખત LSG માટે રમશે. ગત સિઝનમાં તે SRH નો હિસ્સો હતો, પરંતુ હરાજી શમીને રિલીઝ કરવામાં આવ્યો હતો. શમીના પ્રદર્શન પર પણ સૌની નજર રહેશે, કારણ કે તેઓ સતત ટીમ ભારતમાં પરત આવવા પ્રયત્નશીલ છે.




