
કોલકાતા મેટ્રોની ઓરેન્જ લાઇનનો એક હિસ્સો અટકી પડયો.વિકાસના બદલે દરેક મુદ્દાનું રાજકારણ ના હોય : મમતા સરકારને સુપ્રીમની ફટકાર.તહેવારોની તૈયારી ચાલી રહી હોવાથી પ્રોજેક્ટ માટે પોલીસ પુરી પાડી શકાય તેમ નથી. તમારા માટે વિકાસ કરતા તહેવારો વધુ મહત્વના છે?સુપ્રીમ કોર્ટે ફરી એક વખત પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી હતી અને કોલકાતામાં મેટ્રો રેલ પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ કરવા અને તેની કામગીરી અટકાવવા બદલ ટકોર કરી હતી. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ જાેયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે બંગાળ સરકારે હાઇકોર્ટમાં એવુ કહ્યું કે તહેવારોની તૈયારી ચાલી રહી હોવાથી પ્રોજેક્ટ માટે પોલીસ પુરી પાડી શકાય તેમ નથી. તમારા માટે વિકાસ કરતા તહેવારો વધુ મહત્વના છે? કોલકાતા મેટ્રોની ઓરેન્જ લાઇનનો એક હિસ્સો અટકી પડયો છે, કામ શરૂ ના થતા આ મામલે એક અરજી કરવામાં આવી હતી.
જેમાં દાવો કરાયો છે કે આ પ્રોજેક્ટમાં એટલા માટે વિલંબ થઇ રહ્યો છે કેમ કે પશ્ચિમ બંગાળ સરકાર જરૂરી મંજૂરી નથી આપી શકી. એવામાં સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારના આ પ્રકારના વલણ પ્રત્યે નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે દરેક મામલાનું રાજકારણ ના થવું જાેઇએ કેમ કે આ વિકાસ સાથે જાેડાયેલો મુદ્દો છે. અગાઉ આ મામલે હાઇકોર્ટ દ્વારા જે આદેશ અપાયા તેમાં કોઇ જ ખામી નહોતી. અમને પુરો વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટ નક્કી કરાયેલી સમય મર્યાદામાં પુરા થઇ જશે. સુપ્રીમના ન્યાયાધીશ જાેયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે શું બંગાળ સરકાર માટે વિકાસ કરતા તહેવારો વધુ મહત્વના છે? બાદમાં રાજ્ય સરકાર તરફથી હાજર વકીલે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે રોડ બંધ કરવા પડી શકે છે જેની અસર આ રોડ પરથી પસાર થઇ રહેલી એમ્બ્યુલંસ અને ઇમર્જન્સી વાહનો પર થઇ શકે છે કેમ કે આ મુખ્ય રોડ છે. બાદમાં બંગાળ સરકારે આ મુદ્દે હાઇકોર્ટના આદેશનું પાલન કરવા માટે મે મહિના સુધીનો સમય માગ્યો હતો.




