
૪૮ બોલમાં ૧૩૫ રન રજત પાટીદારની તોફાની સદી, ૧૩ છગ્ગા અને ૮ ચોગ્ગા ફટકાર્યા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મધ્યપ્રદેશના કેપ્ટનની વિસ્ફોટક બેટિંગ; મધ્યપ્રદેશનો ૧૩૧ રને ભવ્ય વિજય ભારતીય બેટ્સમેન અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના ખેલાડી રજત પાટીદારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની બેટિંગનો જાેરદાર પરચો બતાવ્યો છે. આસામ સામેની મેચમાં મધ્યપ્રદેશ તરફથી રમતા રજતે માત્ર ૪૮ બોલમાં અણનમ ૧૩૫ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેની આ ઇનિંગમાં ૧૩ છગ્ગા અને ૮ ચોગ્ગાનો સમાવેશ થયો હતો. રજતની આ તોફાની બેટિંગના જાેરે મધ્યપ્રદેશે આસામ સામે ૧૩૧ રનથી શાનદાર જીત મેળવી હતી. પાંચમા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા રજત પાટીદારે શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. તેણે માત્ર ૪૧ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. પ્રથમ ૨૬ બોલમાં ૫૨ રન બનાવ્યા બાદ તેણે વધુ આક્રમક બેટિંગ કરી હતી. ઇનિંગ્સના અંતિમ ૨૨ બોલમાં તેણે ૮૩ રન ફટકારીને આસામના બોલરોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. આ સાથે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સદી ફટકારનાર મધ્યપ્રદેશનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. મુલનપુરમાં રમાયેલી આ મેચમાં આસામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. મધ્યપ્રદેશની શરૂઆત ખાસ રહી નહોતી અને ટીમે ૫૭ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જાેકે, ત્યારબાદ રજત પાટીદારે શિવાંગ કુમાર સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી.બંને બેટ્સમેનોએ ચોથી વિકેટ માટે માત્ર ૬૨ બોલમાં ૧૫૩ રનની ભાગીદારી નોંધાવી હતી. શિવાંગ કુમારે પણ ૩૮ બોલમાં ૬૧ રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. બંનેની આક્રમક બેટિંગના કારણે મધ્યપ્રદેશે ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૨૫૦ રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. રજત પાટીદારની બેટિંગની સૌથી યાદગાર ક્ષણ ઇનિંગ્સની ૧૯મી ઓવરમાં જાેવા મળી હતી. અવિનવ ચૌધરીની આ ઓવરમાં તેણે પ્રથમ બોલ પર કોઈ રન બનાવ્યો નહોતો. ત્યારબાદ બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો અને પછીના સતત ચાર બોલમાં ચાર છગ્ગા ફટકારી દીધા હતા. આ રીતે તેણે એક જ ઓવરમાં કુલ ૨૮ રન વસૂલ્યા હતા. મધ્યપ્રદેશે આસામ સામે જીત માટે ૨૫૧ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જાેકે, વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આસામની ટીમ મધ્યપ્રદેશના બોલરો સામે ટકી શકી નહોતી અને ૧૭.૪ ઓવરમાં માત્ર ૧૧૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મધ્યપ્રદેશ તરફથી કુમાર કાર્તિકેયે ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે આવેશ ખાન અને રાહુલ બાથમે બે-બે વિકેટ પોતાના નામે કરી હતી. ત્રિપુરેશ સિંહ, શિવમ શુક્લા અને શિવાંગ કુમારે એક-એક વિકેટ મેળવી હતી. આમ, મધ્યપ્રદેશે આસામને ૧૩૧ રનથી હરાવ્યું હતું. શાનદાર સદી ફટકારનાર રજત પાટીદારને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેની આ ઇનિંગ આગામી ૈંઁન્ સીઝન પહેલાં ખાસ ચર્ચાનું કેન્દ્ર બની છે.




