
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મ.ન.પા ધ્વારા વર્ષ ૨૦૧૮,૨૦૧૯,૨૦૨૧,૨૦૨૩ માં જુદી જુદી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. એનાથી અનેક ઉમેદવારોએ અરજી કરી નોકરી મેળવવા માટે સ્વપ્ના જોઈ રહ્યા હતા. ત્યારે સુરત મ.ન.પામાં આઠ વર્ષ સુધી ભરતીનું મુર્હત આવ્યું ન હતું. અને અનેક યુવાનોએ નોકરીની આશા છોડી દીધી હતી ત્યારે અચાનક સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને સુરત મ.ન.પા ના ચૂંટાયેલા કોર્પોરેટરો ઘેર બેઠા કે તુરંત જ ઉમેદવારના ઇન્ટરવ્યુની જાહેરત કરી દીધી. પરંતુ મ.ન.પા ના અધિકારીઓ ચૂંટાયેલા કોર્પોરેટરો ઘરે જાય તેની જ રાહ જોઈ રહ્યા હતા? ઇન્ટરવ્યુ (લેખિત પરીક્ષા) માટે કોઈપણ પત્ર આપવામાં આવેલ નથી. અને વોટ્સએપ ઉપર ઉમેદવારોને જાણ કરવામાં આવેલ છે. કોઈ ઉમેદવારોના મોબાઈલ નંબર બદલાઈ ગયેલ હોય તેવા અનેક ઉમેદવારોને ઇન્ટરવ્યુ (લેખિત પરીક્ષા) ની ખબર પડતાં સુરત મ.ન.પા ની તાપીપુરા,શ્રીતાપીભવન ઓફિસ ખાતે દોડતા થઈ ગયા છે.
ઇન્ટરવ્યુ(લેખિત પરીક્ષા) સુરત મહાનગરપાલિકાના અને ઇન્ટરવ્યુ (લેખિત પરીક્ષા)રાખવામા આવ્યા અમદાવાદમાં. જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોય તેવા ઉમેદવારો મોટે ભાગે સુરત અને સુરત જિલ્લાના છે. આવા ઉમેદવારો ને જવા-આવવા માટે તકલીફ તો ખરી જ. ઇન્ટરવ્યુ(લેખિત પરીક્ષા) ના ટાઈમ સવારે ૧૦:૦૦ વાગ્યાના છે. એટલે વહેલી સવારે હાજર રહેવું પડે. સુરત મહાનગરપાલિકા પાસે શું સાધન સામગ્રી ની કમી છે? વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, SVNIT કોલેજ, ગાંધી કોલેજ, સ્મીમેર કોલેજ, MTB કેમ્પસ, ભગવાન મહાવીર યુનિવર્સિટી જેવી મોટી સંસ્થાઓના બિલ્ડીંગો છે. ત્યારે અમદાવાદ સુધી ઉમેદવારોને કેમ લાંબા કરવામાં આવ્યા છે. અનેક ઉમેદવારો આ પ્રશ્ન કરી રહ્યા છે કે સુરત મ.ન.પા એ અમદાવાદમાં કેમ ઇન્ટરવ્યુ (લેખિત પરીક્ષા) રાખ્યા? શું સુરત મ.ન.પા ના અધિકારીઓ પરીક્ષા લેવા સક્ષમ નથી?
રાજય સરકાર તલાટી, CCE અને અન્ય બીજી જાહેરાતો માટે સુરત ઇન્ટરવ્યુ (લેખિત પરીક્ષા) રાખે છે તો સુરત મહાનગરપાલિકા અમદાવાદમાં ઇન્ટરવ્યુ (લેખિત પરીક્ષા) રાખી શું સાબિત કરવા માંગે છે?




