
વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા વડાપ્રધાન મોદીએ IIT દિલ્હીના ૫૭મા પદવીદાન સમારોહમાં હાજરી આપી મોદીએ રમૂજી અંદાજમાં કહ્યું કે, “હું બાબા બાગેશ્વર નથી, પણ તમારા મનમાં ભવિષ્યનું ચાલતું હશે”
પીએમ મોદી શનિવારે IIT દિલ્હીના ૫૭મા પદવીદાન સમારંભ (દીક્ષાંત સમારોહ)માં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને તેમની નવી શરૂઆત માટે અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે રમૂજી અંદાજમાં વાતચીત કરતાં કહ્યું કે, આજે તમામ વિદ્યાર્થીઓ પદવીદાન સમારંભમાં હાજર છે, પરંતુ તમારા મનમાં ભવિષ્યને લઈને કંઈક ને કંઈક જરૂર ચાલી રહ્યું હશે. હું બાબા બાગેશ્વર તો નથી, પણ મનમાં કંઈક તો ચાલતું જ હશે. દરેક વિદ્યાર્થીના મનમાં આવનારા કાલની અલગ-અલગ તસવીર હોય છે. કોઈને પોતાની પહેલી નોકરી અને પગારની રાહ હશે, તો કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવાનું સ્વપ્ન જાેઈ રહ્યું હશે, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ આગળની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાનો લક્ષ્યાંક રાખતા હશે.
વડાપ્રધાને જણાવ્યું કે, આજે ગ્લોબલ ઑર્ડર ઝડપથી બદલાઈ રહ્યો છે અને તેની પાછળ ટેક્નોલોજી એક મોટું કારણ છે. આવનારા ૨૦-૩૦ વર્ષમાં દુનિયા કેવી હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ટેક્નોલોજી બદલાશે, દુનિયા બદલાશે, પરંતુ આ બદલાતી દુનિયામાં એ જ આગળ વધશે જે સતત શીખતો રહેશે. IIT દિલ્હીમાં તમારા પહેલા દિવસને યાદ કરો અને હવે આજથી તમામ વિદ્યાર્થીઓના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે.
સમારંભ દરમિયાન પીએમ મોદીએ વિવિધ સિદ્ધિઓ માટે મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને દિલથી અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે હળવી ટકોર કરતાં કહ્યું કે, જાે મેડલ મેળવનારાઓમાં થોડી વધુ છોકરીઓ હોત તો વધુ સારું હોત. માત્ર એક કે બે જ કેમ? હજુ પણ વધુ હોવી જાેઈતી હતી.
પીએમ મોદીએ ગુલામીના દૌર અને તે સમયની પેઢીના સંઘર્ષને પણ યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, દરેક પેઢીની પોતાની એક રાષ્ટ્રીય જવાબદારી હોય છે. આઝાદી પહેલાં લોકો સામે દેશને આઝાદ કરાવવાનો લક્ષ્યાંક હતો. આજે આપણે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ તો તેની પાછળ તે પેઢીની મહેનત અને બલિદાન છે. આજે આપણી જવાબદારીઓ અલગ છે. આગામી ૩૦-૩૫ વર્ષમાં તમેં જે પણ કામ કરશો, તેની અસર વિકસિત ભારતના સફર પર પડશે. તેથી દરેક ર્નિણય લેતી વખતે દેશે એ વિચારવું જાેઈએ કે તેનાથી દેશને શું ફાયદો થશે.




