
આ તો પોતાના પગ પર કુહાડી મારવા જેવું છે ભારત પર ૧૦૦% ટેરિફથી અમેરિકામાં જ બળવો, રેન્ડ પોલ બન્યા ઢાલ સેનેટર રેન્ડ પૉલે તેને આત્મઘાતી પગલું ગણાવતાં કહ્યું કે તેનાથી ભારત રશિયા અને ચીનની વધુ નજીક જઈ શકે રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને ભારત પર ૧૦૦% ટેરિફ લગાવવાની અમેરિકાની યોજના હવે અમેરિકાની અંદર જ વિવાદનું કારણ બની છે.
ટ્રમ્પની જ રિપબ્લિકન પાર્ટીના વરિષ્ઠ સેનેટર રેન્ડ પૉલે આ પ્રસ્તાવનો ખુલ્લેઆમ વિરોધ કરતાં તેને ‘પોતાના પગ પર ગોળી મારવા જેવું’ ગણાવ્યું છે.
સેનેટર રેન્ડ પૉલે સ્પષ્ટ કહ્યું કે અમેરિકા જ્યારે ચીન સામેની વ્યૂહાત્મક સ્પર્ધામાં ભારતનો સહયોગ ઈચ્છે છે, ત્યારે જ ભારત પર ૧૦૦% ટેરિફ લગાવવાની વાત કરવી સંપૂર્ણપણે આત્મઘાતી પગલું છે. તેમનું માનવું છે કે તેનાથી માત્ર અમેરિકાને આર્થિક નુકસાન જ નહીં થાય, પરંતુ ભારત જેવા મહત્વપૂર્ણ ભાગીદારને પણ દૂર ધકેલી દેવામાં આવશે. તેમણે ચેતવણી આપી કે જાે અમેરિકા આ પ્રકારનો કડક ટેરિફ લાગુ કરે છે, તો ભારત-રશિયા અને ચીનની વધુ નજીક જઈ શકે છે, જે અમેરિકાની વૈશ્વિક વ્યૂહરચનાથી વિપરીત હશે.
અમેરિકી સેનેટે તાજેતરમાં એક મોટું બિલ પસાર કર્યું છે, જેનો હેતુ રશિયાની ઊર્જામાંથી થતી આવકને અસર પહોંચાડવાનો છે. ‘લિન્ડસે ઓ.
ગ્રેહામ સૅન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઑફ ૨૦૨૬’ નામના આ બિલને ભારે બહુમતીથી મંજૂરી મળી છે. તેના હેઠળ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એવી સત્તા આપવામાં આવી છે કે જે દેશો રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદવાનું ચાલુ રાખશે, તેમના માલ પર ૧૦૦% સુધીનો ટેરિફ લગાવી શકાય છે. આ યાદીમાં ભારત અને ચીન જેવા મોટા ખરીદદાર દેશોની સાથે અઝરબૈજાન, હંગેરી અને સ્લોવાકિયા પણ સામેલ છે. બિલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, તેમના સહયોગીઓ, ઓલિગાર્ક્સ અને નાણાકીય સંસ્થાઓ પર પણ કડક પ્રતિબંધો લગાવવાની જાેગવાઈ છે.
જાેકે, આ બિલને લઈને અમેરિકી રાજકારણમાં પણ મતભેદ સામે આવી રહ્યા છે. કેટલાક ડેમોક્રેટ સાંસદોએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે તેનાથી રાષ્ટ્રપતિને ટેરિફ લગાવવાની ખૂબ વધારે સત્તા મળી જશે, જેની અસર વૈશ્વિક વેપાર પર પડી શકે છે. આ બિલ હવે પ્રતિનિધિ સભામાં જશે, જ્યાં આગામી સત્રમાં તેના પર ચર્ચા અને મતદાન થશે, પરંતુ તે પહેલાં જ ભારત પર સંભવિત ટેરિફને લઈને અમેરિકાની અંદર ઊઠી રહેલા અવાજાે એ સંકેત આપી રહ્યા છે કે આ ર્નિણયની અસર માત્ર વિદેશ નીતિ પર જ નહીં, પરંતુ અમેરિકાની પોતાની આર્થિક અને વ્યૂહાત્મક સ્થિતિ પર પણ પડી શકે છે.




