
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સરકારે ૨૦૦૨ના વર્ષમાં અનેક ફાયનાન્સ કંપનીઓ, બેન્કો વિગેરે એ ધીરાણ કરેલ નાણાંની વસુલાત માટે સિકયોરિટી ઈન્ટરેસ્ટ એકટ ( એન્ફોર્સ મેન્ટ સરફેસાઈ ના કાયદા૨૦૦૨) મંજૂરી આપેલ છે. અને આવી મંજૂરીના આધારે સંપત્તિઓનું બેન્કો કે ફાયનાન્સ કંપનીઓ ધ્વારા ક્યારેક ખૂબ જ ખોટા નિર્ણયો લેવામાં આવે છે. જે લોન લેનાર વ્યક્તિને નુકશાન કર્તા છે. પરંતુ કેટલાક કેસોમાં લોન લેનારને ફાયદા થાય છે. આવા ફાયદા એ રીતે કે કોઈ પ્રાઈવેટ બિલ્ડર ધ્વારા કોઈ જમીન માલિકો પાસેથી ખાનગી જગ્યાને તેઓને થોડા ઘણા નાણાં ચુકવી તેની પાસેથી લખાણ લઈ લેવામાં આવે છે. અને તેઓ પાસે પ્રોજેકટ શરૂ કરવામાં આવે તો વાંધો નથી એવા પણ લખાણો લેવામાં આવે છે. જે અંગે જમીન માલિકને કોઈ જાણકારી હોતી નથી. આવા લખાણને આધારે બિલ્ડરો પોતાના પ્લાન પાસ કરાવી લે છે. અને આવા પ્લાન પાસ કરાવી જાહેરાતો ના બોર્ડ મૂકી અને બુકિંગ કરાવવામાં આવે છે. અને આવા બુકિંગના આધારે બુકિંગ કરાવનારા પાસેથી ૩૦% થી ૪૦% ની રકમ લઈ લેવામાં આવે છે.
ત્યારબાદ બેન્કોમાંથી મોટી લોન પ્રોજેકટ માટે લેવામાં આવે છે. અને આવી લોન લઈ માળખું ઊભું કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ મેસર્સ અવંટિસ ડ્રીમ્સ હોમ્સ એલએલપી સીએસ્ટા પ્રોજેકટ વેસુ રોડ સુરત અને મેસર્સ અવંટિસ ડેવલપર્સ એલએલપી ફા.પ્લો.નં. ૮૩ વેસુ સુરત, મેસર્સ અવંટિસ ડેવલપર્સ એલએલપી કોલેટરલ સિકયોરિટી ફા.પ્લોટ નં.૮૩ રે.સર્વે નં. ૭૧/૨ બ્લોક નં.૭૫/બી પૈકી TP એસ નં. ૧૯ પર્વત મગોબ ક્ષેત્રફળ ૬૧૩૦ વર્ગમીટર ,ગામ પર્વત જિ. સુરત પ્રોજેકટના ભાગીદારો શંકરલાલ છગનલાલ શાહ, વિરલ શંકરલાલ શાહ, અંકિત શંકરલાલ શાહ વિગેરે એ SBI બેન્ક મજુરા ગેટ સુરત પાસેથી કિંમતી જમીનો બતાવી તેના ઉપર પ્લાન બનાવી
કરોડો રૂપિયાની લોન લઈ લેવામાં આવેલી. તે પૈકી રૂપિયા ૧૭,૬૭,૫૦,૩૧૯/- ના બાકી રકમ માટે સરફેસાઈના કાયદા હેઠળ બેન્ક ધ્વારા કેસ કરવામાં આવેલ અને આવા કાયદા હેઠળ બેન્કે મિલકત સીઝ કરેલ છે. હવે આ મિલકતની ક્યારે હરાજી થાય એ નક્કી નથી. પરંતુ હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બેન્ક તેના નાણાં વસુલવા માટે મિલકત વેચી નાણાં વસૂલ કરી લેશે. પરંતુ જે મિલકતમાં અનેક લોકોએ એક રૂપિયાની ડાયરી ઉપર નાણાં આપી બુકિંગ કરાવેલ છે તેઓના નાણાંનું શું?
કારણકે આ બુકિંગ કરાવનારાઓ એ જે નાણાં રોકેલ છે અને તેઓની પાસે કોઈ કાયદેસરના પુરાવા નથી. તેઓના નાણાં વસુલવા માટે કોઈ કાર્યવાહી કરી શકે નહી તેવું સામાન્ય રીતે માનવામાં આવે છે અને તેના કારણે તેઓ કોર્ટ કચેરીના કે પોલીસમાં ફરિયાદ કરતા ખંચકાય છે. સુરત શહેરમાં મેસર્સ અવંટિસ ડ્રીમ્સ હોમ્સ એલએલપી સીએસ્ટા પ્રોજેકટ વેસુ રોડ સુરત અને મેસર્સ અવંટિસ ડેવલપર્સ એલએલપી ફા.પ્લો.નં. ૮૩ વેસુ સુરત , મેસર્સ અવંટિસ ડેવલપર્સ એલએલપી કોલેટરલ સિકયોરિટી ફા.પ્લોટ નં.૮૩ રે.સર્વે નં. ૭૧/૨ બ્લોક નં.૭૫/બી પૈકી TP એસ નં. ૧૯ પર્વત મગોબ ક્ષેત્રફળ ૬૧૩૦ વર્ગમીટર ,ગામ પર્વત જિ. સુરત આ મિલકત મેસર્સ અવંટિસ ડેવલરપર્સ એલએલપી નામ ઉપર છે. જે પહેલા અવંટિસ ડેવલરપર્સ પાર્ટનરશીપ ફર્મ તરીકે ઓળખાતી હતી. આમ બુકિંગ કરાવનારાઓને શંકરલાલ છગનલાલ શાહ, અંકિત શંકરલાલ શાહ, વિરલ શંકરલાલ શાહ નામના ઇસમોએ બુકિંગ કરાવનારાઓ સાથે બદઈરાદાપૂર્વક છેતરપિંડી કરેલ છે. અને આવી મિલકતનું વેચાણ કે હરાજી થતાં સરકારે અટકાવવું જોઈએ.
આવા બુકિંગ કરાવનારાઓએ જે ચિઠ્ઠી કે ડાયરીના આધારે લાખો રૂપિયા રોકાણ કરેલ છે. તેઓની ફરિયાદ સરકારે સાંભળવી જોઈએ અને તેઓને ન્યાય આપવો જોઈએ. જે ડાયરી કે ચિઠ્ઠી ઉપર બિલ્ડરોની સહી છે એવી ડાયરી, ચિઠ્ઠીના હેન્ડ રાઈટીંગ એક્સપર્ટ પાસે તપાસ કરાવવી જોઈએ. અને આવા હેન્ડરાઈટીંગ એક્સપર્ટના અભિપ્રાય મુજબ ગુન્હા દાખલ કરી બિલ્ડરો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આવા રોકાણકારો ને તેઓના કેસ સાંભળી તેઓને ન્યાય અપાવવો જોઈએ. સૌપ્રથમ તો જે મિલકત સરફેસાઈના કાયદા હેઠળ ટાંચમાં લેવામાં આવે તેવી મિલકતો ઉપર અન્ય કોઈના રોકાણ છે કે કેમ તેની પણ જાહેર નોટિસ આપી પછી જ આવી મિલકત ટાંચમાં લેવી જોઈએ.




