
ખાધને પહોંચી વળવા માટે બોન્ડની સાપ્તાહિક હરાજી કરશે.સરકાર છ મહિનામાં બજારમાંથી રૂ.૮.૨ લાખ કરોડનું ઋણ લેશે.મુદતી સિક્યોરિટીઝ મારફથ નેટ માર્કેટ બોરોઇંગ ૧૧.૭ લાખ કરોડ રહેશે, જ્યારે બાકીની રકમ સ્મોલ સેવિંગ્સ અને અન્ય સ્ત્રોતો મારફત એકત્ર કરાશે.કેન્દ્ર સરકારે રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે ૨૦૨૬-૨૭ના નાણાકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન બજારમાંથી રૂ.૮.૨ લાખ કરોડનું ઋણ લેવાની યોજના બનાવી છે. સંપૂર્ણ વર્ષ માટે સરકારે કુલ રૂ.૧૬.૦૯ લાખ કરોડનું ઋણ લેવાની યોજના બનાવી છે, આમ પ્રથમ છ મહિનામાં કુલમાંથી આશરે ૫૧ ટકા ઋણ લેશે, એમ નાણામંત્રાલયે જણાવ્યું હતું. ૨૦૨૬-૨૭ માટે સરકારના કુલ બજાર ઋણનો અંદાજ રૂ.૧૭.૨૦ લાખ કરોડ હતો. બજેટની રજૂઆત પછીથી ગવર્નમેન્ટ સિક્યોરિટી (જી-સેક)ની હરાજી કરાઈ હતી. તેનાથી કુલ માર્કેટ ઋણ ઘટી રૂ.૧૬.૦૯ લાખ કરોડ થયું છે. આ રૂ.૧૬.૦૯ લાખ કરોડમાંથી રૂ.૮.૨૦ લાખ કરોડ (૫૧ ટકા) મુદતી સિક્યોરિટીના વેચાણ મારફત પ્રથમ છ મહિનામાં એકત્ર કરાશે.
સરકાર રૂ.૧૫,૦૦૦ કરોડના સોવરિન ગ્રીન બોન્ડસ (SGrBs)પણ જારી કરશે. નાણામંત્રી ર્નિમલા સીતારામને બજેટમાં GDP ના ૪.૩ ટકાની અંદાજિત રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે રૂ.૧૭.૨ લાખ કરોડનું ઋણ લેવાની દરખાસ્ત કરી હતી. સત્તાવાર નિવેદનમાં જણાવ્યા મુજબ સરકારી બોન્ડની ૨૬ સાપ્તાહિક હરાજી મારફત રૂ.૮.૨ લાખ કરોડ એકત્ર કરાશે. આ બોન્ડની મુદત ૩ વર્ષથી લઇને ૫૦ વર્ષ સુધીની હશે. સંસ્થાકીય અને છૂટક રોકાણકારો તેમના રોકાણોનું અસરકારક રીતે આયોજન કરી શકે અને સરકારી સિક્યોરિટીઝ માર્કેટમાં પારદર્શકતા અને સ્થિરતા જાળવી રાખવા માટે સરકાર અને રિઝર્વ બેન્ક સહયોગ કરશે અને આ સમયગાળા દરમિયાન રૂ.૨૮,૦૦૦ કરોડથી રૂ.૩૪,૦૦૦ કરોડ સુધીનું સાપ્તાહિક ઋણ લેશે. મુદતી સિક્યોરિટીઝ મારફથ નેટ માર્કેટ બોરોઇંગ ૧૧.૭ લાખ કરોડ રહેશે, જ્યારે બાકીની રકમ સ્મોલ સેવિંગ્સ અને અન્ય સ્ત્રોતો મારફત એકત્ર કરાશે. દરેક હરાજીમાં નોન-કમ્પેટિટિવ બિડિંગની સુવિધા રહેશે, જેમાં ૫% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રહેશે. સરકાર દરેક હરાજીમાં ૨,૦૦૦ કરોડ સુધીના વધારાના સબ્સ્કિ્રપ્શન (ગ્રીનશુ ઓપ્શન)ને જાળવી રાખવાનો પણ વિકલ્પ રાખશે. ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક (Q1) દરમિયાન ટ્રેઝરી બિલ્સ દ્વારા દર અઠવાડિયે ૨૪,૦૦૦ કરોડ એકત્ર કરાશે.




