
૭૦ નાં દશકની યાદ આવી ગઈ : કરણ જાેહર કરણ જાેહરે જેસલમેરમાં આખું થિયેટર બુક કરીને ધુરંધર-૨ જાેઈ જ્યારે લોકોને એ વાતની જાણ થઈ કે કરણ જાેહર આ સિનેમામાં છે તો લોકોની બહાર ભીડ જામી હતી બોલિવૂડના ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર કરણ જાેહરે શનિવારના રોજ જેસલમેરમાં જાેવા મળ્યો હતો. શહેરના પ્રસિદ્ધ રમેશ ટોકીઝમાં કરણની હાજરીએ સિનેમા પ્રેમીઓ માટે ખાસ ઉત્સાહ પેદા કર્યો હતો. કરણ જાેહરે તેની ટીમ સાથે જેસલમેરના થિયેટરમાં ધુરંધર ૨ મૂવી જાેઈ. રિપોર્ટ્સ અનુસાર કરણ જાેહરે ઇવનિંગ શો માટે આખું થિયેટર બુક કરાવ્યુ હતુ, જેથી કરીને ટીમની સાથે આરામથી ફિલ્મનો આનંદ લઈ શકે. આ દરમિયાન સુરક્ષાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જાેકે જ્યારે લોકોને એ વાતની જાણ થઈ કે કરણ જાેહર આ સિનેમામાં છે તો લોકોની બહાર ભીડ જામી હતી. ફિલ્મ જાેયા પછી સોશિયલ મીડિયા પર કરણ જાેહરે ધુરંધર ૨નો રિવ્યુ પણ કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.
ધુરંધર ૨ના રિલીઝના ૯ દિવસ પછી કરણ જાેહરે રિવ્યુ કરતાં લખ્યું કે, ટેસ્ટોસ્ટેરોન, હાઇપર અલ્ફા એનર્જી અને દેશભક્તિ પર ચર્ચાઓ થતી રહેશે, પરંતુ ધુરંધર ૨ આના કરતાં આગળ છે. આ એક બેક સ્ટોરી છે. આપણી માતૃભૂમિ માટે હાર્ટબ્રેક બલિદાન. ખરેખર આ એક કમાલના ફિલ્મમેકર છે. ફિલ્મી દુનિયાને આ એક નવો વેગ આપી શકે છે. આ સાથે કરણ જાેહરે આગળ લખ્યું છે કે, આ એક નવો ડિરેક્ટર છે! બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડીને ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરશે અને દરેક રેકોર્ડ પણ તોડી દેશે! તમારામાં જબરદસ્ત સ્વેગ જાેવા મળી રહ્યો છે. તમે એ વાત સાબિત કરી દીધું છે કે તમે મહાન આર્ટિસ્ટમાંથી એક છો. તમે હંમેશા એક મોટા કલાકાર છો અને રહેશો. ધુરંધર ૨ ફિલ્મ જાેઈને મને ૭૦ના દાયકામાં સિંગલ સ્ક્રીન સિનેમાઘરોની યાદ આવી ગઈ. આજે હું આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છું અને આજે આ જગ્યા પર હોવું એક ગર્વની વાત છે.
ફિલ્મના ઇન્ટરવલ દરમિયાન કરણ જાેહર અને તેમની ટીમે નાસ્તો પણ કર્યો હતો. જાેકે અચાનક જેસલમેર જવાથી લોકો વિચારી રહ્યા છે કે કોઈ મોટો પ્રોજેક્ટ પણ આ સાથે જાેડાયેલો હોઈ શકે છે. રિપોટ્સ અનુસાર ધ ટ્રેટર્સનું શૂટિંગ હાલમાં જેસલમેરમાં ચાલી રહ્યું છે.




