
અમદાવાદમાં મિલકત વેરો ન ભરતા એકમો સામે કાર્યવાહી વેરો નહીં ભરનારી ૨૧૮ મિલકતોની હરાજી કરીમહાનગર પાલિકા દ્વારા એક વર્ષમાં ૨૪૯૯૬૫ મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદમાં મિલકત વેરો નહીં ભરનારા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગર પાલિકા દ્વારા છેલ્લા એક વર્ષમાં બે લાખથી વધુ મિલકતો સામે કાર્યવાહી કરાઈ છે. વેરો નહીં ભરનારા એકમોને નોટીસ અથવા તો એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હરાજીની પણ કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મિલકત વેરો નહીં ભરતા એકમો સામે એક્શન લેવામાં આવ્યા છે. મહાનગર પાલિકા દ્વારા એક વર્ષમાં ૨૪૯૯૬૫ મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ટેક્સ નહીં ભરનારા એકમોને નોટીસો ફટકારાઈ છે અને કેટલાક કિસ્સામાં સીલ કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. ટેક્સ નહીં ભરતા ૨૧૮ મિલકતોની હરાજી પણ કરવામાં આવી છે. શહેરમાં મહાનગર પાલિકા દ્વારા મધ્ય ઝોનમાં ૧૪૩૦૪ એકમોને નોટીસ ફટકારી છે અને સીલ પણ મારવામાં આવ્યું છે. જ્યારે બોજાે નોંધવામાં આવેલી મિલકતોની સંખ્યા ૧૬૩ છે. આ ઝોનમાં તંત્ર દ્વારા ૨૩ મિલકતોની હરાજી કરાઈ છે.એવી જ રીતે ઉત્તર ઝોનમાં ૨૩૧૨૫ એકમોને સીલ કરાઈ છે અને નોટીસ ફટકારાઈ છે.૧૮ એકમો સામે બોજાે નોંધાયો છે. જ્યારે ૨૩ મિલકતોને સીલ કરાઈ છે. શહેરમાં સૌથી વધુ પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં મોટી કાર્યવાહી કરાઈ છે. પૂર્વમાં ૬૨૪૨૨ એકમોને નોટીસ અને સીલ કરવાની કાર્યવાહી કરાઈ છે. જ્યારે ૪૫ મિલકતોને સીલ કરાઈ છે. પશ્ચિમ ઝોનમાં ૭૫૮૩૪ મિલકતોને સીલ અથવા તો નોટીસ અપાઈ છે. જ્યારે ૩૯ મિલકતોની હરાજી કરવામાં આવી છે.




