
વેપારી એસોસિયેશન અને સહકારી સંસ્થાઓ પણ સજ્જડ બંધ જાેવા મળી.હિંમતનગર શહેરમાં બંધનું એલાન આપવામાં આવ્યું.હાલ તો શહેર સજ્જડ બંધ જાેવા મળ્યું છે અને તત્કાલ હુડા રદ કરવાની માંગ ૧૧ ગામના મિલકતધારકો માગ કરી રહ્યા છ.હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા લાગુ કરવામાં આવ્યું હતું અને જેનો ૧૧ ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર શહેર સજ્જડ બંધ રહ્યું છે. વેપારી એસોસિયેશન અને સહકારી સંસ્થાઓ પણ સજ્જડ બંધ જાેવા મળી છે.સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા લાગુ કરવામાં આવ્યું છે અને આ હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ ૧૧ ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં હિંમતનગર શહેર સજ્જડ બંધ જાેવા મળ્યું છે. તાલુકા ખરીદ વેચાણ સંઘ, જિલ્લા ખરીદ વેચાણ સંઘ અને એપીએમસી માર્કેટિંગ યાર્ડ જેવી સહકારી સંસ્થાઓએ પણ સજ્જડ બંધ પાડ્યો છે અને ૧૧ ગામના મિલકત ધારકોના વિરોધને સમર્થન કર્યું છે.
છેલ્લા ૯૫ દિવસ કરતા વધુ સમયથી ૧૧ ગામના મિલકત ધારકો સંકલન સમિતિ થકી અલગ અલગ કાર્યક્રમ કરી હુડા રદ કરવા માટે વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને લઈ સજ્જડ બંધ જાેવા મળ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં યોગ્ય ર્નિણય કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જાેકે ખાસ તો મુખ્ય વાત એ છે કે અત્યાર સુધી અલગ અલગ આંદોલનમાં સહકારી સંસ્થા અને એપીએમસી માર્કેટિંગ યાર્ડ પ્રથમવાર બંધ રહ્યું છે. જાેકે હાલ તો શહેર સજ્જડ બંધ જાેવા મળ્યું છે અને તત્કાલ હુડા રદ કરવાની માંગ ૧૧ ગામના મિલકતધારકો માગ કરી રહ્યા છે.
૯૫ દિવસ કરતા વધુ સમયથી ચાલી રહેલા આંદોલનમાં હુડા સંકલન સમિતિ અને ૧૧ ગામના મિલકત ધારકો દ્વારા અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારનો ચોક્કસ ર્નિણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવવાના કારણે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.




