
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
મહારાષ્ટ્રના નાસિકનો ભોન્દુબાબા ઉર્ફે અશોક ખેરાત આજકાલ મહારાષ્ટ્રમાં નરપિશાચ, અઘોરી, લિંગપ્રતાપી, બળાત્કારી, રાક્ષસ, દલાલ જેવા વિશેષ્ણથી નવાજાઈ રહ્યો છે. પરંતુ એનાથી વધુ એ ભોન્દુ અર્થાત ઢોંગી,ફરેબીબાબા તરીકે ઓળખાતો થયો છે.
આ ઢોંગી બાબાની વિગતો જેમ જેમ બહાર આવતી જાય છે તેમ તેમ મહારાષ્ટ્રના રાજકારણમાં અને સમાજમાં ધરતીકંપ સમાન આંચકા આવતા જાય છે. આ ઢોંગી બાબા એ જ્યોતિષ, પૂજા, સમસ્યાઓના નિવારણ કરવા તેમજ દોરા-ધાગાના ધતિંગો હેઠળ અને કહેવવાતી ખાનગી પુજાવિધિના નામે આ ભોન્દુએ સ્ત્રીઓના કપડાં ઉતરાવી લીધા હતા. અમુક સાથે પરાણે શરીર સંબંધો બાંધ્યા હતા.
સીસીટીવીમાં કેદ થયેલી એ ઘડીઓની વિડીયો વડે ગુરુઘંટાલ ઢોંગીબાબા ઉર્ફે અશોક ખેરાત સ્ત્રીઓને અમુક પ્રવૃત્તિઓમા જોડવાની કે પોતાની સાથે સુવાની ફરજ પાડતો. અનેક લોકોના અનેક કામ પૈસા લઈને પતાવી આપતો હતો. અશોક ખેરાતે એવી જાળ રચી હતી. જેમાં રાજકારણીઓના પરિવારો,ઉચ્ચ અધિકારીઓના પરિવારો અને ઉદ્યોગપતિઓના પરિવારો એમના આશ્રમની મુલાકાતે આવતા રહે તેથી સમાજમાં વધુ વાત ફેલાય કે બાબા ખૂબ જ વગદાર છે.
યાદ રહે કે હાલના ઉપમુ.મંત્રી એકનાથ શિંદે અગાઉ મુખ્યમંત્રી બન્યા તેના થોડા દિવસોમાં જ હેલિકોપ્ટરમાં સહકુટુંબ સવાર થઈને નાસિક નજીકના આ ભોન્દુ ઉર્ફે ઢોંગીના આશ્રમમાં પહોંચી ગયા હતા. અને બાબાની સામે જમીન પર બેસીને સહકુટુંબે પૂજા અર્ચના કરી હતી. એની એ સમયની તસવીર ખૂબ વાયરલ થઈ પણ સોશિયલ મીડિયામાંથી હવે ગાયબ થઈ ગઈ છે. આમ જેમને ત્યાં મુખ્યમંત્રી સામે ચાલીને જતાં હોય એવા માણસના પ્રભાવમાં સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓ, કર્મચારીઓની સાથે સાથે સામાન્ય જનતા અને ભોળી મહિલાઓ આવ્યા વગર રહે ખરા? અને આજ કારણસર એમ કહેવાય છે કે સો ઉપરાંત મહિલાઓનું આ બાબા એ શારીરિક અને આર્થિક શોષણ કર્યું છે.
આમ અશોક ખેરાત જેવા ઢોંગી બાબાએ સેકસ, સત્તા, વગ, જાદુ-ટોણાં વગેરે વાપરીને પૈસો અને સંપત્તિ બનાવામાં લાલચી બાબાએ કશું પાછું વળીને જોયું નહીં. બાબા હોય એટલે કોઈ સમસ્યા એમના ઉકેલની બહાર હોય જ નહીં. લગ્ન, લગ્નજીવનમાં કલેશ,સંતાન પ્રાપ્તિ, મિલકતોના ઝઘડા, આરોગ્ય, નોકરી-ધંધા વિગેરેની સમસ્યાઓ લઈને સ્ત્રીઓ વધુ આવે. ઘણી વખત એમની સાથે ભાઈ, પતિ, બહેન કે માતા-પિતા હોય. તેઓને બહાર ખંડમાં બેસાડી દુ:ખગ્રસ્ત મહિલાને આ ઢોંગી ઉર્ફે કેપ્ટન બાબા ખંડની સાથે જોડાયેલા બીજા ખંડમાં લઈ જઈ વિધિ વિધાન ના નામે સેક્સલીલા રમી વિડીયો ઊતારતો હતો. વળી સમાગમ કરશો તો જ તમારી તકલીફોનું નિરાકરણ થશે. એ બધી કામલીલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય. પછી તેનો ડર બતાવીને સ્ત્રીને ચૂપ રહેવાની સૂચના આપી દેવાતી. અને જો રાજકારણીઓ, ઉચ્ચ અધિકારીઓ, ઉધોગપતિઓની પત્નીઓ અને બહેન-દીકરીઓ પાસેથી લાખો
રૂપિયાની રકમ લેવામાં આવતી.
આવા આ કામી બાબાના આશરે ત્રણસોથી વધુ વિડીયો મહારાષ્ટ્ર અને નાસિક જિલ્લામાં ફરી રહયા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે તેને વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેઅર કરવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. એ વિડીયોમાં જે મજબૂર સ્ત્રીઓ ફસાઈ હોય એમની ગુપ્તતા, ગરિમા અને સન્માન જળવાઈ રહે. સમાજમાં તેઓનો તિરસ્કાર ન થાય એ હેતુથી સરકારે આ પગલું ભર્યું છે. અને એમાં રાજનેતાઓનું પણ ભલું છે. જો કોઈ રાજનેતા ફસાયો હશે તો તે ઢંકાય જશે. આને કારણે મહારાષ્ટ્ર પોલીસે વિડીયો શેઅર કરવા બદલ લગભગ દોઢસો થી બસ્સો લોકો પર કેસ દાખલ કર્યા છે.
આમ જોવા જઈએતો બાબા ના ગુનાઓની ગંભીરતા ઘણી છે. અને પોલીસ તેમજ એસ.આઈટી ની તપાસમાં જો તે બહાર આવશે તો કડકમા કડક સજા પણ થઈ શકે છે. આ બાબા મીડિયાના અંદાજ રિપોર્ટ મુજબ કરોડોની સંપત્તિનો માલિક છે.
આ ઢોંગીઓ દિવસે સાધુઓના વસ્ત્રો ધારણ કરી ટીલા, ટપકાં, ગળામાં માળા ધારણ કરી, અને રાત્રે શેતાન જેવી પ્રવૃત્તિઓ બીયર બાર, દારૂ, ચિકન પાર્ટી જેવા કુકર્મો કરી પ્રજાની આંખમાં ધૂળ નાંખતા આવા ઢોંગીઓ પાસે લોકો પણ તાવીજ, લીંબુ, મરચાં, મંત્ર, તંત્ર, વિધિ, અનુષ્ઠાન વિગેરે કરાવી પોતાની જાતને ભાગ્યશાળી સમજે છે. ત્યારે આ બાબતે પ્રજાના હિતમાં કામ કરતી સામાજિક સેવા સંસ્થા વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર ધ્વારા મહારાષ્ટ્ર સરકાર સહિત કેન્દ્ર સરકારોને જાહેર વિનંતી કરતાં જણાવે છે કે આવા ઢોંગી બાબાઓ જે જે રાજયોમાં હોય એમનો પર્દાફાશ કરી એમને ખુલ્લા પાડે અને વિદેશોની માફક કડક સજા કરવા મજબૂત FIR બનાવી એમને ફાંસીના માંચડે ચડાવવા સુધીની સરકાર લડત ચલાવે અને ભાગવા જાય તો એન્કાઉન્ટર કરતાં પણ સરકાર ખચકાવું જોઈએ નહીં. જો સરકાર ધ્વારા સોશિયલ મીડિયા ઉપર મહિલાઓના અશ્લીલ દર્શાવાતા વિડીયો દૂર નહીં કરે તો તેમના પરિવાર અને સમાજ મા નીચું જોવાનો વારો આવે છે તો આવા અશ્લીલ વિડીયો સરકાર ધ્વારા દૂર કરવામાં નહીં આવે તો પ્રજાના હિતમાં કામ કરતી સામાજિક સેવા કરતી સંસ્થા વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર ના દક્ષિણ ગુજરાતના પ્રમુખ છગનલાલ ડી. મેવાડા ધ્વારા સુપ્રીમ કોર્ટમાં PIL પણ દાખલ કરાશે. અંતમાં અખબારો, T.V માં આવતી મંત્ર, તંત્ર, દોરા ધાગાની જાહેરાતો પર પ્રતિબંધ મૂકી પ્રજાને અંધશ્રધ્ધામાં હોમાતી બચાવવાનું કામ આખરે તો સરકારો નું જ છે.




