
ગુજરાતના બહુચર્ચિત જયંતી ભાનુશાળી હત્યા કેસ.જયંતી ભાનુશાળી હત્યા કેસમાં શાર્પ શૂટરની પૂણેની જેલમાં હત્યા.વિશાલ કાંબલે ઉપર યરવડા જેલમાં બે કેદીએ હુમલો કર્યો, જેમાં વિશાલ કાંબલેનું સારવાર દરમિયાન મોત.કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે. જયંતી ભાનુશાળીના હત્યાનો આરોપી શાર્પ શૂટરની પૂણેની જેલમાં હત્યા કરવામાં આવી છે. ટ્રેનમાં ફાયરિંગ કરનારા ત્રણ પૈકીના એક વિશાલ કાંબલે ઉપર યરવડા જેલમાં બે કેદીએ હુમલો કર્યો હતો. જેમાં વિશાલ કાંબલેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેલમાં સૂતેલા વિશાલ ઉપર બે કેદીઓએ ટાઈલ્સથી હુમલો કર્યો હતો.
ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં શાર્પ શૂટરોની પૂછપરછમાં પુનાના વિશાલ કાંબલેનું નામ બહાર આવ્યું હતું. જાે કે વિશાલ કાંબલે પૂનામાં ફાયરિંગ અને હત્યા કેસમાં યેરવડા જેલમાં કેદ હતો. તેથી તેની ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેલમાં બંધ વિશાલ કાંબલેની હત્યામાં મોટું કાવતરું હોવાની ગંધ આવી રહી છે. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા જયંતી ભાનુશાલી હત્યા કેસમાં મૃતક વિશાલ કાંબલે ટ્રેનમાં હત્યા નીપજાવનારા ત્રણ પૈકી એક હતો. આ કેસમાં પણ વિશાલની ધરપકડ થયા બાદ તેને જામીન મળી ગયા હતા અને પૂણેની યરવડા જેલમાં અન્ય કોઈ ગુનામાં કેદ હતો, જ્યાં તેની હત્યા કરવામાં આવી છે.
૧૫ ડિસેમ્બરના રોજ યરવડા જેલની બેરેકમાં વિશાલ કાંબલે અને અન્ય બે કેદીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. સવારે ૭.૪૫ વાગ્યાના અરસામાં આકાશ સતીશ ચંદાલિયા અને દીપક સંજય રેડ્ડી નામના બે કેદીએ બેરેકમાં જમીન પર સૂતેલા વિશાલ પર ટાઈલ્સના ટુકડાથી હુમલો કરી તેને લોહીલુહાણ કર્યો હતો. બે દિવસની સારવાર બાદ વિશાલ કાંબલેનું મોત નિપજ્યું છે, આમ, કચ્છના ભાજપના દિગ્ગજ નેતા જયંતી ભાનુશાળીની હત્યાના શાર્પ શૂટરની હત્યા બાદ હવે નવો વળાંક આવી શકે છે.
Related posts:
- મુંબઈના ₹252 કરોડના ડ્રગ કેસમાં સુહેલ શેખના સનસનાટીભર્યા ખુલાસા અને સેલિબ્રિટી ઉલ્લેખ ૨૫૨ કરોડના ડ્રગ કેસમાં શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહીના નામ સામે આવતા સનસનાટીકેસમાં ધરપકડ કરાયેલા પાંચમા આરોપી મોહમ્મદ...
- મહારાષ્ટ્રના જલગાંવમાં અકસ્માતમાં 3ના મોત, 22 ઘાયલ, નાગપુર જિલ્લામાં માનવતા શર્મસાર મહારાષ્ટ્રના જલગાંવમાં કન્નડ ઘાટ પાસે એક મંદિર પાસે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને 22 લોકો...
- સમગ્ર ફિલ્મનું કામ ૧૫ ઓક્ટોબરે પૂરું કરી દેવાનો ટીમનો વિચાર રણવીર સિંહ ‘ધુંઆધાર’નું શૂટ પૂરું કરી જાન્યુઆરીમાં ‘ડોન ૩’ શરૂ કરશે.ધુંઆધારમાં રણવીર સાથે ક્રિતિ સેનન પણ છે. ફિલ્મ...




