
તબુ અને અક્ષયએ ત્યારબાદ ૨૦૦૦ની ફિલ્મ ‘હેરા ફેરી’માં સાથે કામ કર્યું અક્ષય મને ૩૯ વર્ષ પહેલાં બાઈક પર ડાન્સ ક્લાસ માટે લઈ જતો હતો : તબુ અક્ષયએ પણ ખુલાસો કર્યાે કે તે તબુને ૩૯ વર્ષ પહેલા મળ્યો હતો, જ્યારે તેઓ સાથે ડાન્સ અકેડેમીમાં જતા હતા
તબુ અને અક્ષય કુમારે પહેલી વાર સ્ક્રીન પર ૧૯૯૬ની ફિલ્મ ‘તું ચોર મેં સિપાહી’માં સાથે કામ કર્યું હશે, પરંતુ તેમની મિત્રતા તે પહેલાંથી જ છે. ‘ભૂત બંગલા’ના ટ્રેલર લોન્ચ દરમિયાન અક્ષયએ જણાવ્યું કે તે તબુને લગભગ ૪ દાયકાથી ઓળખે છે અને તબુએ કહ્યું કે વર્ષાે દરમિયાન તેમાં કોઈ બદલાવ આવ્યો નથી.તબુને પૂછવામાં આવ્યું કે અક્ષયમાં કોઈ ફેરફાર આવ્યો છે કે નહીં, તો તેણે કહ્યું, “તે એવો ને એવો જ છે; તે આજે પણ સવારે ૪ વાગ્યે ઊઠે છે અને ૫ વાગ્યે જાેગિંગ કરવા માટે આગ્રહ કરે છે.
તે આજે પણ કહે છે કે આ ખાશો નહીં, તે ખાશો નહીં. તેનામાં જરાય ફેર પડ્યો નથી.” તેણે એ પણ ઉમેર્યું કે તેણે પ્રિયદર્શન સાથે આઠ ફિલ્મોમાં કામ કર્યું છે, છતાં તેમાં પણ કોઈ ફેર પડ્યો નથી.અક્ષયએ પણ ખુલાસો કર્યાે કે તે તબુને ૩૯ વર્ષ પહેલા મળ્યો હતો, જ્યારે તેઓ સાથે ડાન્સ અકેડેમીમાં જતા હતા. તેણે કહ્યું,“હું તમને બધાને મારી અને તબુ વિશે કંઈક કહેવા માગું છું. હું તબુને ૩૯ વર્ષથી ઓળખું છું. અમે સાથે ડાન્સ શીખવા માટે અકેડેમીમાં જતાં હતાં.” ત્યારે તબુએ ઉમેર્યું, “તે મને બાઈક પર લેવા આવતો હતો.”તબુ અને અક્ષયએ ત્યારબાદ ૨૦૦૦ની ફિલ્મ ‘હેરા ફેરી’માં સાથે કામ કર્યું, જે પ્રિયદર્શન દ્વારા ર્નિદેશિત હતી. હવે તેમણે ૨૬ વર્ષ પછી ‘ભૂત બંગલા’ માટે ફરી સાથે કામ કર્યું છે.




