
બંગાળ બાદ હવે એમપીમાં શૂટિંગ થશે અનિત પડ્ડા શક્તિ શાલિનીમાં ડબલ રોલમાં જાેવા મળશે ફિલ્મમાં અનિત પડ્ડા એક સામાન્ય યુવતી તથા બદલાની ભાવના ધરાવતી આત્મા બંનેની ભૂમિકા કરશે અનિત પડ્ડા ‘શક્તિ શાલિની ‘ફિલ્મમાં ડબલ રોલમાં જાેવા મળશે. તે એક સામાન્ય યુવતીની સાથે સાથે બદલો લેવાની ઈચ્છા ધરાવતી એક આત્માની ભૂમિકામાં પણ જાેવા મળશે તેમ કહેવાય છે. હાલ આ ફિલ્મનું શૂટિંગ પશ્ચિમ બંગાળના માઢ દ્વીપમાં એક વિશાળ સેટ પર થઇ રહ્યું છે. આ શૂટિંગ પછી ફિલ્મની ટીમ મધ્ય પ્રદેશનાં કેટલાંક લોકેશન પર શૂટિંગ કરશે. આ ફિલ્મની વાર્તામાં કેટલીક બંગાળી લોકકથાઓનો આધાર લેવાયો હોવાનું કહેવાય છે. ફિલ્મમાં વિશાલ જેઠવા સહિતના કલાકારો કામ કરી રહ્યા છે.




