
સંજય લીલા ભન્સાલી આ ફિલ્મ પ્રોડ્યૂસ કરશે અભિનેત્રી સારા અર્જુન હવે મધુબાલાનો રોલ ભજવશે ‘ડાર્લિંગ્સ’ માટે જાણીતી જસ્મીત કે રીન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને એક હાઇ-ઓક્ટેન ડ્રામા તરીકે રજૂ કરવામાં આવી રહી છે ૨૦ વર્ષની અભિનેત્રી સારા અર્જુન ધુરંધરની સફળતા પછી હવે ફિલ્મમેકર જસ્મીત કે રીનની આગામી દિગ્દર્શન ફિલ્મમાં સુંદરતાના પર્યાય સમાન મનાતાં વીતેલા જમાનાના અભિનેત્રી મધુબાલાનો રોલ કરવાની તૈયારી કરી રહી છે. આ અંગેના અહેવાલો મુજબ, સારા અર્જુને પોતાનાં કરિયરનો સૌથી પડકારજનક રોલ કરવા જઈ રહી છે. ‘ધુરંધર’ની સફળતા પછી હવે તે જસ્મીત કે રીનની આગામી ફિલ્મમાં મધુબાલાનું પાત્ર ભજવશે, જેનાં પ્રોડ્યુસર સંજય લીલા ભન્સાલી હશે.આ ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે અને આ વર્ષના અંતમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. આ ફિલ્મ હિન્દી સિનેમાના ગોલ્ડન એરા પર આધારિત એક ભવ્ય સિનેમેટિક ફિલ્મ બનશે. સાથે જ આ ફિલ્મ સાથે સારા અર્જુનની કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા થઈ જશે, કારણ કે તે ભારતીય સિનેમાની સૌથી લોકપ્રિય અને રહસ્યમય અભિનેત્રી મધુબાલાના પાત્રમાં જાેવા મળશે.
આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલા સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, “સારા મધુબાલાનાં સદાબહાર ગ્રેસ અને આકર્ષણને સચોટ રીતે રજૂ કરવા માટે મોટા ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થશે. કૉસ્ટ્યુમ ડિટેઇલિંગથી લઈને ડાયલેક્ટ ટ્રેનિંગ અને લૂક ટેસ્ટ સુધી, નિર્માતાઓ કોઈ કચાશ રાખવા માગતા નથી.”‘ડાર્લિંગ્સ’ માટે જાણીતી જસ્મીત કે રીન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને એક હાઇ-ઓક્ટેન ડ્રામા તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જેમાં દુ:ખદ અને ભાવનાત્મક તત્વો પણ જાેડાયેલા હશે. હાલમાં આ વિશે વધુ વિગતો ગુપ્ત રાખવામાં આવી રહી છે, પરંતુ અંદરના સૂત્રો કહે છે કે ટીમ મધુબાલાનાં અસાધારણ પરંતુ દિલને હચમચાવી નાખે એવા જીવનને એક ગાઢ શ્રદ્ધાંજલિ રૂપે રજૂ કરવાની તૈયારીમાં છે.ખાસ કરીને જ્યારે સારા અર્જુન પોતાના કરિયરના મહત્વપૂર્ણ તબક્કે પહોંચી છે, ત્યારે નિર્માતાઓ આ વાર્તાને દર્શકો સુધી પહોંચાડવા માટે ખૂબ ઉત્સાહિત છે. સારા આ ફિલ્મનાં લીડ રોલમાં હશે. ૧૯૫૦ના દાયકામાં ભારતની સૌથી વધુ ફી લેતી અભિનેત્રીઓમાંની એક મધુબાલાએ પોતાની બે દાયકાની કૅરિયરમાં ૭૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. કોમેડીથી લઈને ભવ્ય ઐતિહાસિક ફિલ્મો સુધી, તેમણે વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યાં હતાં.આજે પણ, તેમનાં અવસાન પછી દાયકાઓ વીતી ગયા હોવા છતાં, મધુબાલાને એક શાશ્વત બોલિવૂડ આઈકન તરીકે યાદ કરવામાં આવે છે — માત્ર તેમની સુંદરતા માટે નહીં, પરંતુ તેની અનોખી સ્ક્રીન પ્રેઝન્સ માટે પણ તેમને યાદ કરવામાં આવે છે.




