
ઈમ્તિયાઝ અલીએ આપી મોટી અપડેટ હવે ફ્લ્મિ ‘જબ વી મેટ’ અને ‘તમાશા’નો બીજાે ભાગ આવશે? દિલજીત દોસાંજે આ પહેલા બોર્ડર ૨ ફિલ્મ પણ કરી હતી. જેમાં એમના રોલના દમદાર વખાણ થયા છે ફિલ્મનિર્માતા ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘જબ વી મેટ’ અને ‘તમાશા’, આ બન્ને ફિલ્મોનો બીજાેભાગ આવે હવે નહીં આવે. ફિલ્મની સિક્વલ પર અનેક ફેન્સને લાંબા સમયથી અપડેટ મળે એવી આશા હતી. આ વિષય પર ફિલ્મનિર્માતાએ કહ્યું હતું કે, આ બન્ને ફિલ્મોની સિક્વલ તૈયાર કરવાનો હાલ તો કોઈ ઈરાદો નથી. આ બન્ને ફિલ્મો દર્શકોને ખૂબ પસંદ આવી હતી.
બન્ને ફિલ્મોના ગીત પણ હીટ ગયા હતા. ફિલ્મનિર્માતાએ કહ્યું હતું કે, મને વારંવાર ઘણા લોકો અને ફેન્સ સવાલ કરે છે કે, આ બન્ને ફિલ્મોની કોઈ સિક્વલ આવશે ખરા? એ સમયે હું લોકોને સવાલ કરૂ છું કે, મેં ‘લવ આજકલ-૨’ પણ બનાવી હતી પણ એ લોકોને પસંદ આવી ખરા? લોકોએ પસંદ આવી ન હતી. જ્યારે મારા મનમાં કોઈ ફિલ્મનો આઈડિયા આવે છે તો એ વિષયને લઈને હું ફિલ્મો બનાવું છું. પણ હવે હું આવી કોઈ ફિલ્મોની સિક્વલ તો નહીં બનાવું. ખાસ કરીને જવ વી મેટની સિક્વલ તો બિલકુલ નહીં બનાવું. કેટલીક વસ્તુઓ એવી છે કે, એને એના હાલ પર છોડી દેવી જાેઈએ. હું કોઈ પૈસા કમાવવાની યોજનાથી ફિલ્મો નથી બનાવતો. મારૂ એવું માનવું છે કે, ફિલ્મો એવી હોવી જાેઈએ જેની સ્ટોરીથી લોકો દુનિયાની એક હકીકત જાણે અને રીલેટ કરે,મેં વાપસ આઉંગા નામની ફિલ્મ પર ઈમ્તિયાઝ કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંજ, શરવરી વાઘ અને વેદાંગ રૈના જેવા કલાકારો લીડ રોલ પ્લે કરી રહ્યા છે. ફિલ્મની થીમ અંગે હજુ સુધી કોઈ પ્રકારની અપડેટ સામે આવી નથી. દિલજીત દોસાંજે આ પહેલા બોર્ડર ૨ ફિલ્મ પણ કરી હતી. જેમાં એમના રોલના દમદાર વખાણ થયા છે.




