
કામદારોના લઘુતમ વેતનો નિયત કરવા માટે પંચની રચના કરવાનો ર્નિણય નોઈડામાં કામદારોના ઉગ્ર વિરોધની અસર, લઘુતમ વેતનમાં વધારો ઉત્તર પ્રદેશ સરકારે લીધેલા ર્નિણયના પગલે કામદારોના વેતનમાં રૂ.૩,૦૦૦નો વધારો થશે, જે તેમની માસિક આવકમાં ૨૧ ટકાનો વધારો સૂચવે છે લઘુતમ વેતનમાં વધારો કરવાની માગણી સાથે નોઈડામાં કામદારોએ શરૂ કરેલા ઉગ્ર આંદોલને સરકાર પર અસર થઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે લઘુતમ વેતનમાં વચગાળાનો વધારો કરવાની સાથે તમામ શ્રેણીના કામદારોના લઘુતમ વેતનો નિયત કરવા માટે પંચની રચના કરવાનો ર્નિણય લીધો છે. ઉત્તર પ્રદેશ સરકારે લીધેલા ર્નિણયના પગલે કામદારોના વેતનમાં રૂ.૩,૦૦૦નો વધારો થશે, જે તેમની માસિક આવકમાં ૨૧ ટકાનો વધારો સૂચવે છે. કામદારોના આરોગ્ય, પેન્શન, બાળકોના શિક્ષણ સહિતની સુખાકારી માટે અતિરિક્ત પગલાં લેવાનું પણ સરકાર વિચારી રહી છે. ઉદ્યોગ વિકાસ કમિશનર દીપક કુમારે કહ્યું હતું કે, કામદારોને તાત્કાલિક રાહત આપવાની સાથે તેમની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે પણ પગલાં લેવામાં આવશે. મુખ્યમંત્રીએ ગૌતમ બુદ્ધ નગર અને નોઈડાના કામદારોના વેતન વધારવાના ર્નિણયને મંજૂરી આપી હતી. સરકાર તરફથી જણાવાયું હતું કે, સમુખ્યમંત્રી આદિત્યનાથે કામદારોને સમયસર પગાર ચૂકવવા, ઓવરટાઈમ ભથ્થું, સાપ્તાહિક રજા, બોનસ, સામાજિક સલામતીના લાભ જેવી સવલતો આપવા ફેક્ટરી સંચાલકોને જણાવ્યું છે.



