
રાયબરેલીમાં રાહુલ ગાંધીને મળી મોટી ભેટ.રાહુલને દાદા ફિરોઝ ગાંધીનું ડ્રાઈવિંગ લાઈસન્સ મળ્યું.રાયબરેલી પ્રીમિયર લીગની એક ટીમના માલિક વિકાસ સિંહે મંચ પર રાહુલ ગાંધીને ડ્રાઈવિંગ લાઈસન્સ આપ્યું.એક દિવસીય પ્રવાસે પોતાના સંસદીય વિસ્તાર રાયબરેલીમાં પહોંચેલા રાહુલ ગાંધીને અહીં એક પરિવારે તેમના દાદા ફિરોઝ ગાંધીનું ઐતિહાસિક ડ્રાઈવિંગ લાઈસન્સ સોંપ્યું હતું. આ દુર્લભ ધરોહર લાંબા સમયથી પરિવાર દ્વારા સાચવીને રાખવામાં આવ્યું હતું. લાઈસન્સ હાથમાં લેતા જ રાહુલ ગાંધી ભાવુક થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક તેની તસવીર લઈ પોતાના માતા સોનિયા ગાંધીને વોટ્સએપ દ્વારા મોકલ્યું. હકીકતમાં રાહુલ ગાંધી ભુએમઉ ગેસ્ટ હાઉસથી આઈટીઆઈ નજીક રાજીવ ગાંધી સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યારે રાયબરેલી પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા.
ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન રાયબરેલી પ્રીમિયર લીગની એક ટીમના માલિક વિકાસ સિંહે મંચ પર રાહુલ ગાંધીને એક નાની પુસ્તક આપી, જેની અંદર તેમના પરિવારની આ અનમોલ વિરાસત ફિરોઝ ગાંધીનું ડ્રાઈવિંગ લાઈસન્સ રાખ્યું હતું. મંચ પર લાઈસન્સ સોંપતી વખતે રાહુલ ગાંધી ખૂબ જ ભાવુક દેખાયા અને થોડી વાર સુધી તેને જાેતા રહ્યા. આ અવસર પર મંચ શેર કરી રહેલા અમેઠી સાંસદ કિશોરી લાલ શર્માએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી હતી.
લાઈસન્સ આપનારા વિકાસ સિંહે ફોન પર જણાવ્યું કે, આ લાઈસન્સ તેમને તેમના સસરાએ આપ્યું હતું અને નિર્દેશ આપ્યા હતા કે આ અમાનતને ગાંધી પરિવારના સભ્ય સુધી પહોંચાડવામાં આવે.
વિકાસ સિંહના જણાવ્યા અનુસાર, ફિરોઝ ગાંધી ડિર્ગી કોલેજના નિર્માણ દરમિયાન આ લાઈસન્સ તેમને મળ્યું હતું, જેને તેમણે વર્ષો સુધી સાચવીને રાખ્યું અને આજે યોગ્ય હાથમાં તેને સોંપવાનો અવસર મળ્યો. જાે કે વિકાસ સિંહ ફિરોઝ ગાંધીના લાઈસન્સની સામે જ ફોટો આપી શકે, પણ લાઈસન્સ આપવાની પુષ્ટિ અમેઠી સાંસદ કિશોરી લાલ શર્માએ જરૂર કરી છે.




