
સમિરા રેડ્ડીનો ખુલાસો “મારે કોઈ ફિયરલેસ હોય એવા વિષય સાથે કમબૅક કરવું હતું” ૨૦૦૦ના દાયકામાં હિન્દી સિનેમામાં લોકપ્રિય ચહેરો રહેલી સમિરા રેડ્ડી છેલ્લાં કેટલાંક વર્ષાેથી ફિલ્મોથી દૂર રહી હતી સમિરા રેડ્ડી લાંબા સમય પછી ફિલ્મમાં કમબૅક કરી રહી છે. તે લાંબા સમયથી પોતાના સોશિયલ મિડીયા વીડિયો અને વ્લોગના કારણે સતત ચર્ચામાં રહેતી હતી. હવે સમીરા સંજય દત્તની આખરી સવાલ સાથે ફરી ફિલ્મોમાં વાપસી કરવા જઈ રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝરે પહેલેથી જ ફિલ્મને લઈને ચર્ચા ઉભી કરી છે અને હવે સમીરા રેડ્ડીએ કમબેક માટે આ પ્રોજેક્ટ પસંદ કરવાનું કારણ શેર કર્યું છે.સિનેમામાં પાછા ફરવાના ર્નિણય વિશે સમિરાએ કહ્યું, “હું ફિલ્મોમાં પાછી આવી ત્યારે સહેલું કામ કરવા માટે આવી નહોતી અને આખરી સવાલ તો બિલકુલ સહેલી ફિલ્મ નથી. આ વિષય વિશે મારી સમજ સીમિત હતી અને ખાસ જાણકારી નહોતી, પરંતુ સ્ક્રિપ્ટ વાંચ્યા પછી સમજાયું કે ઘણું ખબર નથી. આ અનુભવ મારી સાથે રહી ગયો. આ ફિલ્મ તમારા મનને શાંત નથી રહેવા દેતી— તે તમને વિચારતાં કરી દે છે, તમારી માન્યતાઓને પડકારે છે અને તમે જે સ્વીકાર્યું છે તેના પર પ્રશ્ન ઉઠાવવા મજબૂર કરે છે. હું મારું કમબૅક એવું બનાવવી માગતી હતી જે ફિયરલેસ હોય અને ચર્ચા જગાવે અને આ ફિલ્મ એ જ કરે છે.”૨૦૦૦ના દાયકામાં હિન્દી સિનેમામાં લોકપ્રિય ચહેરો રહેલી સમિરા રેડ્ડી છેલ્લાં કેટલાંક વર્ષાેથી ફિલ્મોથી દૂર રહી હતી, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ અને જાહેર જીવનમાં સક્રિય રહી છે. હવે વિષય આધારિત ફિલ્મ સાથે તેની વાપસી લાંબા સમયથી રાહ જાેતા ચાહકો માટે ખાસ બની શકે છે.



