
અમદાવાદ સહિત અનેક જિલ્લામાં રેડ એલર્ટ ગુજરાતમાં ૬ ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત! ૧ ઓગસ્ટના રોજ અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, જિલ્લામાં રેડ એલર્ટ યથાવત રહેશે ગુજરાતમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદનું જાેર યથાવત્ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ ના તાજા બુલેટિન મુજબ પૂર્વ વિદર્ભ અને પશ્ચિમ-મધ્ય છત્તીસગઢ પર સક્રિય ડિપ્રેશન હવે પશ્ચિમ-મધ્ય વિદર્ભ અને દક્ષિણ મધ્યપ્રદેશ તરફ આગળ વધ્યું છે. આગામી ૨૪ કલાકમાં તે નબળું પડી નોંધપાત્ર લો-પ્રેશર એરિયામાં ફેરવાશે, પરંતુ તેની અસર હેઠળ ગુજરાતમાં ૬ ઓગસ્ટ સુધી સાવર્ત્રિક વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
ડિપ્રેશન ક્યાં પહોંચ્યું? – હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સવારે ૮:૩૦ વાગ્યે ડિપ્રેશન પશ્ચિમ-મધ્ય વિદર્ભ અને દક્ષિણ મધ્યપ્રદેશ નજીક કેન્દ્રિત હતું. તે અમરાવતીથી આશરે ૫૦ કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ અને વર્ધાથી ૬૦ કિમી ઉત્તરપશ્ચિમ તરફ હતું. આગામી ૨૪ કલાક દરમિયાન તે વિદર્ભ, દક્ષિણ મધ્યપ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્ર તરફ આગળ વધીને ધીમે ધીમે નબળું પડશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ૬ ઓગસ્ટ સુધીમાં સાવર્ત્રિક વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે અસાધારણ વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર,પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ સાથ અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ૧ ઓગસ્ટના રોજ અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, જિલ્લામાં રેડ એલર્ટ યથાવત રહેશે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ્યારે મોરબી, અમરેલી, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ખેડા, પંચમહાલ, મહિસાગર, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ-દાદરા અને નગર હવેલી તેમજ જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી ઓગસ્ટના રોજ વરસાદની તીવ્રતા ઘટતી હોય તેમ લાગી રહ્યું છે. તે દિવસે કચ્છ, વાવ થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.




