
હું બોબી દેઓલના પાત્રને ક્યારેય ભૂલી શકીશ નહીં અક્ષયને સંદીપ રેડ્ડી વાંગા અને આદિત્ય ધર સાથે એક્શન ફિલ્મ કરવી છે
“જાે મને આવી ફિલ્મોમાં કામ કરવાની તક મળશે, તો હું ખૂબ ખુશ થઈશ.” : અભિનેતા અક્ષય કુમાર અક્ષયની ભૂત બંગલા રિલીઝ થઈ ચુકી છે અને તેની આવનારી ફિલ્મો વેલકમ અને હેરાફેરીની ચર્ચા પણ છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અક્ષયે જણાવ્યું કે તે હવે સંદીપ રેડ્ડી વાંગા અને આદિત્ય ધર જેવા ફિલ્મમેકર્સ સાથે કામ કરવા ઇચ્છે છે. તેણે તેમના કામનાં વખાણ કર્યા અને કહ્યું કે તેમની ફિલ્મો હિન્દી સિનેમાના બદલાતા સ્વરૂપનું પ્રતિબિંબ છે.એક યુટ્યુબ ચેનલ પર આપેલા ઈન્ટરવ્યુમાં, અક્ષયે કહ્યું કે તે એવા ડિરેક્ટર્સ સાથે કામ કરવા ઇચ્છે છે જેમની દ્રષ્ટિ તેને પ્રેરિત કરે છે, ખાસ કરીને એક્શન જાેનરમાં. તેણે કહ્યું, “જાે આ ડિરેક્ટર્સને લાગે કે હું તેમની ફિલ્મમાં ફિટ થઉં છું, તો તેઓ મને એપ્રોચ કરી શકે છે.
પણ સૌથી મહત્વનું એ છે કે તેમને મારા માટે યોગ્ય કંઈક મળે અને મને પણ તે યોગ્ય લાગે. હું ખાસ તો એક્શન ફિલ્મ કરવા માંગું છું.”જ્યારે સંદીપ રેડ્ડી વાંગાની એનિમલ વિશે વાત કરતા અક્ષયે કહ્યું, “પછી ‘એનિમલ’ આવી જેમાં રણબીર કપૂર અને બોબી દેઓલ હતા. હું બોબી દેઓલના પાત્રને ક્યારેય ભૂલી શકીશ નહીં.”તેણે વધુમાં કહ્યું કે આ ફિલ્મે અમિતાભ બચ્ચન સાથે જાેડાયેલા ‘એન્ગ્રી યંગ મેન’ના આર્કટાઇપને નવા રીતે રજૂ કર્યાે હતો. “આ ફિલ્મે ‘એન્ગ્રી યંગ મેન’નો સમય પાછો લાવ્યો એ પણ દસગણી વધુ શક્તિ સાથે. જે અમિતાભ બચ્ચન લાવ્યા હતા ત્યારે તે મર્યાદિત હતું, ‘એનિમલ’ એવી નહોતી. સંદીપ રેડ્ડી વંગા તેને સંપૂર્ણપણે અલગ રીતે પાછું લાવ્યા.” એમ તેમણે સમજાવ્યું.ધુરંધર વિશે પણ તેણે વાત કરી, “આ ફિલ્મ દેશને જે રીતે એક્સપ્લોર કરે છે—તે ખૂબ જ સારી રીતે લખાયેલી ફિલ્મ છે. દરેક પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે. સ્પષ્ટ હતું કે નિર્માતાઓએ ઘણું રિસર્ચ કર્યું છે અને વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી મેળવી છે, જેને તેમણે વાસ્તવિકતાથી જાેડાયેલી ફિલ્મમાં રૂપાંતરિત કરી છે. આ ફિલ્મ ઘણી બારિકાઈ અને સુંદર રીતે બનાવવામાં આવી છે.”અક્ષય કુમારે ઉમેર્યું, “જાે મને આવી ફિલ્મોમાં કામ કરવાની તક મળશે, તો હું ખૂબ ખુશ થઈશ.”



