
‘ભૂત બંગલા’ સહિતની કોમેડી ફિલ્મ વિશે પરેશ રાવલે પોતાના વિચારો રજૂ કર્યા અમારી સીધી સ્પર્ધા કપિલ શર્મા- સુનીલ ગ્રોવર સાથે છે : પરેશ રાવલ ‘ભૂત બંગલા’માં જિશુ સેનગુપ્તા, મનોજ જાેષી, મિથિલા પાલકર, અસરાની અને રાજેશ શર્મા સહાયક ભૂમિકામાં જાેવા મળશે તાજેતરમાં યોજાયેલા ‘ભૂત બંગલા’ ફિલ્મનાં ટ્રેલર લોન્ચ દરમિયાન પરેશ રાવલે હિન્દી સિનેમામાં કોમેડી જાેનર વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.પરેશ રાવલને પૂછવામાં આવ્યું કે હિન્દી સિનેમામાં કોમેડી કેવી રીતે બદલાઈ છે, તેમનો અનુભવ કેવો રહ્યો છે અને તેઓ આગળ કયા ફેરફારો જાેવા માંગે છે. તેના જવાબમાં પરેશ રાવલે કહ્યું, “અમને સારી સ્ક્રિપ્ટ્સ જાેઈએ, તો જ આપણે તેનો આનંદ લઈ શકીશું. કારણ કે અમારી સીધી સ્પર્ધા કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર સાથે છે.
તેથી અમારે વધુ મહેનત કરવી પડશે!” તેમના નિવેદનથી ડિજિટલ અને ટેલિવિઝન કોમેડી પ્લેટફોર્મ્સમાંથી વધતી સ્પર્ધા અને ફિલ્મોમાં મજબૂત લેખનની જરૂરિયાત પર ભાર મૂકાયો છે.ટ્રેલર એક પરંપરાગત ભૂતિયા મહેલના માહોલથી શરૂ થાય છે — ધીમા કોરિડોર્સ, કિચૂડ કિચૂડ બોલતા દરવાજા અને એક અજીબ ભયનો અહેસાસ. જેમ જેમ ટ્રેલર આગળ વધે છે, હોરર અને હળવી કોમેડી સરસ રીતે બહાર આવતી જાય છે. અક્ષય કુમાર પોતાના જાણીતા કોમિક અંદાજમાં પાછો ફરે છે, જ્યારે પરેશ રાવલ, રાજપાલ યાદવ, વામિકા ગબ્બી અને તબુ વાર્તામાં જીવંત ઉર્જા ઉમેરે છે.મુખ્ય કલાકારો ઉપરાંત, ‘ભૂત બંગલા’માં જિશુ સેનગુપ્તા, મનોજ જાેષી, મિથિલા પાલકર, અસરાની અને રાજેશ શર્મા સહાયક ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મનું નિર્માણ અક્ષય કુમાર, શોભા કપૂર અને એકતા આર કપૂરે કર્યું છે, જ્યારે વિમલ દોશી, ફારા શેખ અને વેદાંત વિકાસ બાલી સહ-નિર્માતા છે.ટીઝર સાથે નિર્માતાઓએ ‘રામજી આકે ભલા કરશે’ અને ‘તું હી દિસદા’ જેવા ગીતો પણ રિલીઝ કર્યા છે, જે ફિલ્મને વધુ આકર્ષક બનાવે છે. આ હોરર-કોમેડી ફિલ્મના પેઇડ પ્રિવ્યુઝ ૧૬ એપ્રિલ ૨૦૨૬થી સિનેમાઘરોમાં શરૂ થશે.




