
ઈરાની સેનાએ હોર્મુઝની ખાડીમાં ત્રણ જહાજ પર ફાયરિંગ કર્યું ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફી યુદ્ધ વિરામ લંબાવ્યો: ઈરાને કહ્યું, અમે વિચારીશું ઈસ્લામાબાદમાં વાટાઘાટો યોજાવાની આશા, દેશ હિતને ધ્યાનમાં રાખી ઈસ્લામાબાદ જવાનો ર્નિણય થશે: ઈરાન
યુદ્ધ વિરામ પૂરો થાય તે પહેલા ઈરાન દ્વારા સંધિનો સ્વીકાર ન થાય તો બોમ્બમારો કરવાની અને કોઈપણ સંજાેગોમાં યુદ્ધ વિરામ નહીં લંબાવવાની ચીમકીઓ આપનારા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આદત મુજબ અચાનક જ યુ ટર્ન લીધો છે. તેમણે અનિશ્ચિત મુદત માટે યુદ્ધ વિરામ લંબાવવાની જાહેરાત કરી દીધી છે. તેમણે દાવો કર્યાે છે કે પાકિસ્તાનની વિનંતીને માન આપી આ પગલું ભરવામાં આવ્યું છે. ટ્રમ્પની આ પહેલને ઈરાને ઠંડો પ્રતિસાદ આપ્યો છે અને યુદ્ધ વિરામ લંબાવવાનું સત્તાવાર એલાન કરવાના બદલે વિચારણા કરવાનું કહીને વચલો માર્ગ કાઢી લીધો છે. યુદ્ધ વિરામનું એલાન કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનની સરકાર ગંભીર રીતે લકવા જેવી હાલતમાં મૂકાઈ છે. ઈરાનની આ સ્થિતિ અને પાકિસ્તાની સૈન્યના વડા ફિલ્ડ માર્શલ અસિમ મુનીર તથા વડાપ્રધાન શેહબાઝ શરીફે કરેલી વિનંતીના પગલે ઈરાન પર હુમલા રોકવાનો ર્નિણય લીધો છે. ઈરાનના પ્રતિનિધિઓ અને નેતાઓ એક સૂરે વાટાઘાટો માટે કોઈ પ્રસ્તાવ સુધી ન પહોંચે ત્યાં સુધી હુમલા કરાશે નહીં. આ સાથે ટ્રમ્પે ઈરાનની નાકાબંધી અને આર્થિક પ્રતિબંધો કાયમ રાખવાની જાહેરાત પણ કરી હતી. ઈરાનની નાકાબંધી સહેજ પણ ઢીલી ન પડે તેનું ધ્યાન રાખવા ટ્રમ્પે યુએસ સૈન્યને ખાસ તાકિદ કરી છે.ટ્રમ્પના આ ર્નિણયને આવકારતા પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે કહ્યું હતું કે, વાટાઘાટો મારફતે ઘર્ષણનો ઉકેલ લાવવા પાકિસ્તાન નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરશે. બંને પક્ષ યુદ્ધ વિરામનું પાલન કરશે તેવી આશા વ્યક્ત કરી શરીફે ટૂંક સમયમાં શાંતિ કરાર થવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
ઈસ્લામાબાદમાં આગામી તબક્કાની વાટાઘાટો થકી ઘર્ષણનો કાયમી ઉકેલ આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યાે હતો. યુએસ તરફથી યુદ્ધ વિરામ જાહેર થવા છતાં ઈરાને બુધવારે હોર્મુઝની ખાડીમાં ત્રણ જહાજ પર ફાયરિંગ કર્યું હતું અને તેમાંથી બે જહાજ જપ્ત કરી લીધા હતા. બે અઠવાડિયાનો યુદ્ધ વિરામ પૂરો થવાની તૈયારીમાં હતો ત્યારે ટ્રમ્પે કરેલી નાટ્યાત્મક જાહેરાતથી પાકિસ્તાનના નેતાઓ રાજી થઈ ગયાં છે. શુક્રવારે યુએસ-ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાટાઘાટો થવાની અપેક્ષા ટ્રમ્પે વ્યક્ત કરી છે. આ સંદર્ભે ઈરાનિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાકેઈના જણાવ્યા મુજબ, ઈસ્લામાબાદમાં પાકિસ્તાનની મધ્યસ્થીમાં યોજાનારી વાટાઘાટોમાં હાજરી બાબતે તેહરાન તરફથી કોઈ ર્નિણય લેવાયો નથી. ઈસ્લામાબાદ જવાનું દેશહિતમાં જરૂર લાગશે તો જ ઈરાનનું પ્રતિનિધિ મંડળ જશે. જાે કે હાલના તબક્કે કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી.અમેરિકા સાથે વાટાઘાટોના કડવા અનુભવનું સ્મરણ કરતાં ઈસ્માઈલે કહ્યું હતું કે, પરસ્પર વિશ્વાસ અને સદભાવ સાથે મુદ્દાની ગંભીરતાને જાેતાં ઈરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન ગયુ હતું, પરંતુ વાટાઘાટો કરી રહેલા અન્ય પક્ષમાં ગંભીરતા તથા સદભાવનો સદંતર અભાવ હતો. ટ્રમ્પે લંબાવેલા યુદ્ધ વિરામને આવકારવાના બદલે ઈરાનના રીવોલ્યુશનરી ગાર્ડ્સે દ્વારા ળાન્સેસ્કા અને એપામિનોડ્સ નામના બે જહાજને આંતરવામાં આવ્યા હતા.



