
અમેરિકા વિઝા નિયમને કડક બનાવી રહ્યું છે, તો તે મુદ્દે રાહુલ ગાંધી અને કોંગ્રેસે પીએમના મૌન પર સવાલ ઉઠાવ્યા.અમેરિકાના H-1B વિઝા પર વાર્ષિક ૧ લાખ ડોલરની નવી ફી લગાવવાનો ર્નિણય લીધો છે. આ નિયમ ૨૧ સપ્ટેમ્બરથી લાગૂ થઈ જશે. પરંતુ તેનાથી અમેરિકાનો ખજાનો ભરાશે. પરંતુ તેનાથી અમેરિકા જનારા અને ત્યાં રહેલા ભારતીયો માટે આર્થિક મુશ્કેલી ઉભી થશે.
આ એક મોટી સમસ્યા છે, જેના કારણે ભારતમાં રાજકીય હલચલ વધી ગઈ છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો છે. તેમણે પોતાની ૨૦૧૭ની એક પોસ્ટનો ઉલ્લેખ કરતા મોદીને નબળા પ્રધાનમંત્રી ગણાવ્યા છે. રાહુલે કહ્યુ કે તેમણે પહેલા જ ચેતવણી આપી હતી કે અમેરિકા ભારતના પ્રોફેશનલ્સને નુકસાન પહોંચાડનાર પગલાં ભરી શકે છે, પરંતુ પીએમ મોદીએ કોઈ મજબૂત કાર્યવાહી ન કરી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, “હું પુનરાવર્તન કરું છું, ભારતના પ્રધાનમંત્રી નબળા છે.” તેમણે ૫ જુલાઈ, ૨૦૧૭ ના રોજની તેમની પોસ્ટ શેર કરી, જેમાં તેમણે પીએમને ચેતવણી આપી હતી કે અમેરિકા H-1B વિઝા અંગે મોટો ર્નિણય લઈ શકે છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ પણ પીએમ મોદીને ઘેર્યા અને કહ્યુ- રાહુલ ગાંધીએ ૨૦૧૭મા ચેતવણી આપી હતી. પરંતુ તે સમયે પણ પ્રધાનમંત્રી ચુપ હતા અને આજે પણ ચુપ છે. ટ્રમ્પ આપણે દરરોજ નીચા દેખાડી રહ્યા છે અને પીએમ કંઈ બોલતા નથી.
યુએસ પ્રમુખ ટ્રમ્પના નવા વિઝા ફેરફારો હેઠળ, H-1B વિઝા માટે હવે વાર્ષિક $ 1,૦૦,૦૦૦ (આશરે ૮.૩ મિલિયન રૂપિયા) ફી ચૂકવવાની રહેશે. યુએસનો દલીલ છે કે H-1B વિઝાનો હેતુ કુશળ વિદેશી કામદારોને આકર્ષવાનો હતો, પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે અને અમેરિકન કામદારોને નુકસાન પહોંચાડી રહ્યો છે. કંપનીઓએ હવે તેમની વિઝા અરજીઓ સાથે ચુકવણીનો પુરાવો પ્રદાન કરવાની જરૂર પડશે. મુક્તિ ફક્ત એવા ચોક્કસ કિસ્સાઓમાં જ આપવામાં આવશે જ્યાં રાષ્ટ્રીય હિત સંકળાયેલું હોય.
આ ર્નિણયની સીધી અસર હજારો ભારતીય વ્યાવસાયિકો પર પડશે જેઓ યુએસમાં કામ કરવા માંગે છે, ખાસ કરીને આઇટી ક્ષેત્રમાં કામ કરતા લોકો પર. યુએસ કર્મચારીઓને મોકલવાનું હવે ભારતીય કંપનીઓ માટે વધુ મોંઘું સાબિત થશે. આનાથી દેશમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) ની સંખ્યામાં વધારો થઈ શકે છે.
