
બંને દેશોના એકબીજા પર ડ્રોન હુમલા, ૩નાં મોત, અનેક ઘાયલ ઇરાન યુદ્ધ છતાં યુક્રેનને US તરફથી શસ્ત્ર સપ્લાય અટક્યો નથી: ઝેલેન્સ્કી યુક્રેન રશિયાના પ્રદેશો પર હુમલો કરવા માટે તેની સ્થાનિક રીતે વિકસિત ડ્રોન અને મિસાઇલ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કીએ ગુરુવારે દાવો કર્યાે હતો કે ઈરાન યુદ્ધ ચાલુ હોવા છતાં અમેરિકાએ યુક્રેનને શસ્ત્રોનો સપ્લાય બંધ કર્યાે નથી અને યુક્રેન લાંબા અંતરના હુમલા કરીને રશિયાના ક્રૂડ ઓઇલ ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. વોઇસ મેસેજમાં ઝેલેન્સ્કીએ જણાવ્યુ હતું કે અમે રશિયાને સૌથી વધુ નુકસાન થાય તેવા ટાર્ગેટ પર પ્રહાર કરી રહ્યાં છે. આ હુમલાઓમાં રશિયન નુકસાન અબજાે ડોલર સુધી પહોંચી ગયું છે. રશિયા અટકવાનું નામ લેતું નથી અને તેઓ અમારી ઊર્જા ક્ષેત્ર અને લોકો પર હુમલા કરી રહ્યું છે. અમે પણ જવાબ આપીશું. ઝેલેન્સ્કીના દાવાને વચ્ચે રશિયના અધિકારીઓએ જણાવ્યુ હતું કે યુક્રેનથી આશરે ૧,૦૦૦ કિમી દૂર આવેલા રશિયાના પ્રાંતમાં ઇન્ળાસ્ટ્રક્ચર પર ડ્રોન હુમલો થયો હતો. યુક્રેન રશિયાના પ્રદેશો પર હુમલો કરવા માટે તેની સ્થાનિક રીતે વિકસિત ડ્રોન અને મિસાઇલ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે.
યુક્રેનિયન સૈન્ય યુક્રેનના પ્રદેશ પર રશિયન મિસાઇલ હુમલાઓને રોકવા માટે મેરિકન બનાવટની પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમનો પણ ઉપયોગ કરે છે.બંને દેશોના એકબીજા પર હુમલા વચ્ચે બ્રિટનના પ્રિન્સ હેરી ગુરુવારે કીવની મુલાકાતે પહોંચ્યા હતાં. ચાલુ વર્ષે તેમની આ ત્રીજી મુલાકાત છે. પ્રિન્સ હેરીએ કીવ સિક્યોરિટી કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે યુક્રેનિયનોએ માત્ર બહાદુરી અને ક્ષમતામાં જ નહીં, પરંતુ એકતામાં, વિશ્વાસમાં પણ શક્તિ દર્શાવી છે. પ્રિન્સ હેરી રાત્રે પોલેન્ડથી મુસાફરી કરીને કીવના મુખ્ય રેલવે સ્ટેશન પર ઉતર્યા હતાં. પ્રિન્સ હેરીના આગમન પહેલા યુક્રેનના ડિનિપ્રો શહેર પર રશિયાના ડ્રોન હુમલામાં ૩ લોકોના મોત થયા હતાં અને ૧૦ ઘાયલ થયા હતાં. આ હુમલામાં ૧૩ માળના એક બિલ્ડિંગ અને એક સરકારી બિલ્ડિંગને નુકસાન થયું હતું. બીજી તરફ રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, રશિયન હવાઈ સંરક્ષણ દળોએ ક્રિમીઆ દ્વીપકલ્પ, એઝોવ સમુદ્ર અને કાળા સમુદ્ર પર ૧૫૪ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યાં હતાં.



