
શેરબજારમાં ફરી કડાકો.સેન્સેક્સ ૪૦૦થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી ૨૪,૦૦૦ની નીચે સરક્યો.વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી સતત પૈસા પાછા ખેંચવાને કારણે રૂપિયાની હાલત નબળી પડી રહી છે.ભારતીય શેરબજારમાં આજે રોકાણકારોએ મોટા પાયે શેરોની વેચવાલી કરતા બજારમાં કડાકો જાેવા મળ્યો હતો. દિવસના અંતે મ્જીઈ સેન્સેક્સ ૪૧૬ પોઈન્ટ ઘટીને ૭૬,૮૮૬ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પણ ૯૭ પોઈન્ટ ગબડીને ૨૪,૦૦૦ની મહત્ત્વની સપાટીની નીચે ૨૩,૯૯૫ પર આવી ગઈ હતી. બજારમાં આ ઘટાડા માટે મુખ્યત્વે એક્સિસ બેન્ક અને એચસીએલ ટેક જેવા મોટા શેરોમાં થયેલો ઘટાડો જવાબદાર હતો, જેના કારણે રોકાણકારોમાં નિરાશા જાેવા મળી હતી.શેરબજારમાં ઘટાડાની સાથે ભારતીય રૂપિયામાં પણ મોટું નુકસાન જાેવા મળ્યું છે. અમેરિકન ડૉલર સામે રૂપિયો ૪૧ પૈસા ઘટીને ૯૪.૫૬ની સપાટીએ પહોંચી ગયો છે, જે અત્યાર સુધીની નબળી સ્થિતિ દર્શાવે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની વધતી કિંમતો અને દેશો વચ્ચેના તણાવભર્યા વાતાવરણને કારણે રોકાણકારો ચિંતિત છે. આ ઉપરાંત, વિદેશી રોકાણકારો સતત ભારતીય બજારમાંથી પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે, જેના કારણે રૂપિયાની કિંમત સતત ઘટી રહી છે.
વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી સતત પૈસા પાછા ખેંચવાને કારણે રૂપિયાની હાલત નબળી પડી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી ફંડ્સ દ્વારા ૧૯ અબજ અમેરિકન ડૉલર જેટલી માતબર રકમ પાછી ખેંચી લેવામાં આવી છે, જેનાથી રૂપિયા પર દબાણ વધ્યું છે. સોમવારે રૂપિયો ૯૪.૧૫ પર બંધ રહ્યો હતો, જે મંગળવારે વધુ ઘટીને ૯૪.૫૮ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો. બજારમાં જાેવા મળી રહેલી આ અસ્થિરતા અને આર્થિક પડકારોને જાેતા આગામી દિવસો રોકાણકારો માટે મુશ્કેલ બની શકે છે.



