
પ્રધાનમંત્રી દેશના સન્માનની રક્ષા નહીં કરે: રાહુલ ગાંધી હોર્મુઝમાં ત્રણ ભારતીયોના મોત અંગે અમેરિકાના નિવેદનથી રાહુલ ગાંધી ગુસ્સે આ ઘટના બાદ પણ અમેરિકાએ ન તો અફસોસ વ્યક્ત કર્યો અને ન માફી માંગે, પરંતુ તે આદેશની ભાષાનો ઉપયોગ કરતું રહ્યું
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ લખી અમેરિકાના વલણ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું આ ઘટના બાદ પણ અમેરિકાએ ન તો અફસોસ વ્યક્ત કર્યો અને ન માફી માંગે, પરંતુ તે આદેશની ભાષાનો ઉપયોગ કરતું રહ્યું.‘ રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીય ખલાડીઓની હત્યાના થોડા દિવસ બાદ અમેરિકા તરફથી કોઈ માફી કે દુખ વ્યક્ત કરવામાં આવ્યું નથી. તેની જગ્યાએ અમેરિકાએ કહ્યું કે અમેરિકાની સેનાના આદેશોનું તત્કાલ પાલન કરવામાં આવે અને કોઈ પ્રકારના ઉલ્લંઘનને સહન કરવામાં આવશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે એક સ્વતંત્ર અને સ્વાભિમાની દેશ આ પ્રકારની ભાષાનો ક્યારેય સ્વીકાર કરશે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મુદ્દે મૌન છે અને અમેરિકાના આદેશોનું પાલન કરી રહ્યાં છે.
રાહુલ ગાંધીએ પોસ્ટમાં પ્રધાનમંત્રીને Compromised PM કહેતા લક્યું કે તેઓ દેશના સન્માનની રક્ષા કરશે નહીં, કારણ કે જે લોકો દેશનું અપમાન કરે છે, તે તેના પર પ્રભાવ રાખે છે. રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટ દ્વારા સરકારની વિદેશ નીતિ અને આ મામલામાં તેમના વલણ પર સવાલ ઉઠાવ્યા છે.



