
હવે દુબઈમાં ઘરનું ઘર ખરીદવુ બનશે શક્ય.દુબઈમાં રિયલ એસ્ટેટને બેઠુ કરવા વિઝા નિયમોમાં કરાયો ફેરફાર.આના પગલે હવેથી નાના રોકાણકારો પણ સાધારણ બજેટમાં ઘરનું ઘર ખરીદીને દુબઈમાં રહેઠાણ બનાવી શકે છે.
દુબઈએ તેના રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. હવે, નાના રોકાણકારો પણ દુબઈમાં મિલકત ખરીદીને રહેઠાણ વિઝા મેળવી શકે છે. દુબઈની સરકારે બે વર્ષના પ્રોપર્ટી-લિંક્ડ વિઝા માટે લઘુત્તમ મિલકત મૂલ્યની આવશ્યકતા હટાવી નાખી છે. જાે કે, વર્તમાન નિયમોમાં એક એવો ફેરફાર કરાયો છે કે, સંયુક્ત માલિકીની મિલકતોમાં રોકાણ કરનારાઓ માટે, પ્રતિ રોકાણકાર લઘુત્તમ શેર મૂલ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ ફેરફારથી દુબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્ર ખાસ કરીને મધ્યમ આવક ધરાવતા લોકો અને વિદેશી રોકાણકારો માટે આકર્ષક બનશે તેવી અપેક્ષા છે.
સૌ કોઈ જાણે છે કે, ગલ્ફના દેશોમાં દુબઈ એ એક મુખ્ય વ્યવસાય કેન્દ્ર છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના રોકાણને વધુ પ્રોત્સાહન આપવા માટે, દુબઈએ તેના વિઝાના નિયમોમાં મુખ્ય ફેરફારો લાગુ કર્યા છે. નવા નિયમો હેઠળ, બે વર્ષના પ્રોપર્ટી-લિંક્ડ રેસીડેન્સી વિઝા માટે ફરજિયાત લઘુત્તમ મિલકત મૂલ્યની આવશ્યકતા નાબૂદ કરવામાં આવી છે. પહેલાં, રોકાણકારોએ ઓછામાં ઓછી ૭૫૦,૦૦૦ AED (આશરે રૂપિયા ૧.૯ કરોડ) ની મિલકત ખરીદવી જરૂરી હતી. જાેકે, હવે આ જવાબદારી હટાવી લેવામાં આવી છે. જાેકે, સરકારે સંયુક્ત રીતે ખરીદેલી મિલકતો માટે એક નવો નિયમ રજૂ કર્યો છે. હવે, જાે કોઈ મિલકત એક કરતાં વધુ રોકાણકારોની માલિકીની હોય, તો દરેક રોકાણકારનો વ્યક્તિગત હિસ્સો ઓછામાં ઓછો છઈડ્ઢ ૪૦૦,૦૦૦ (આશરે રૂપિયા ૧.૦૩ કરોડ) ની કિંમતનો હોવો જાેઈએ. અગાઉ, આ મર્યાદા પ્રતિ રોકાણકાર છઈડ્ઢ ૭,૫૦,૦૦૦ હતી, જેના કારણે નાના રોકાણકારો માટે પ્રોપર્ટી બજારમાં પ્રવેશવું ખૂબ મુશ્કેલ બન્યું હતુ. રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે, આ પગલું મધ્યમ-સેગમેન્ટના રોકાણકારો માટે એક મોટી તક રજૂ કરે છે. તે ફક્ત વ્યક્તિગત ખરીદદારો માટે માર્ગો ખોલે છે જ નહીં પરંતુ તે મિલકતોના વેચાણને વેગ આપવાની પણ અપેક્ષા રાખે છે જે અગાઉ વિઝા પાત્રતા માટે લાયક ન હતી.
દુબઈએ તેના રિયલ એસ્ટેટને વિશ્વના રોકાણકારો માટે એવા સમયે ખોલી નાખ્યું છે જ્યારે મધ્ય પૂર્વના દેશમાં ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયેલે હુમલો કર્યો હતો. ત્યાર બાદ ઈરાને અમેરિકાના આર્મી બેઝ કેમ્પ જે જે દેશમાં હતા તે દેશ ઉપર મિસાઈલ મારો કરીને પડોશી દેશ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. આ યુદ્ધને પગલે, માત્ર દુબઈ જ નહીં, સમગ્ર ગલ્ફ ક્ષેત્રના રિયલ એસ્ટેટ સહીતના અન્ય વિકસેવા ઉદ્યોગો ઠપ્પ થઈ ગયા હતા. ઈરાને દુબઈમાં કરેલા મિસાઈલ હુમલાને કારણે, પ્રોપર્ટી ક્ષેત્રે રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. દુબઈમાં મિલકતના વેચાણમાં ભારે ઘટાડો જાેવા મળ્યો છે. જેના કારણે ડેવલપર્સે ડિસ્કાઉન્ટ ઓફર અને ગ્રાહકને અનુકૂળ હોય તે પ્રકારે નાણાકીય ચુકવણી કરવાની યોજનાઓ ઓફર કરવા પ્રેરાયા છે.



