
બ્રિટનના ઇન્ફ્રા.માં અદાણી જૂથનું સૌપ્રથમ મોટું રોકાણ બનશે ગૌતમ અદાણીની બ્રિટનના સૌથી મોટા પોર્ટ ઓપરેટરમાં હિસ્સો ખરીદવા તૈયારી બે કેનેડિયન પેન્શન ફંડ્સ પોતાનો હિસ્સો વેચવાની તૈયારીમાં, રૂ. ૧.૧૦ લાખ કરોડથી વધુના મૂલ્યાંકનની શક્યતા
એશિયાના અબજાેપતિ અને અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી હવે બ્રિટનના બંદર ક્ષેત્રમાં મોટો ધડાકો કરવાની તૈયારી કરી રહ્યા છે. અદાણી જૂથ યુકે (બ્રિટન)ના સૌથી મોટા પોર્ટ ઓપરેટર ‘એસોસિએટેડ બ્રિટિશ પોર્ટ્સ’ ABP માં હિસ્સો ખરીદવા માટે બોલી (બિડ) લગાવવાની વિચારણા કરી રહ્યું છે. જાે આ સોદો પાર પડશે, તો બ્રિટનના માળખાકીય ક્ષેત્રમાં અદાણી જૂથનું આ સૌપ્રથમ મોટું રોકાણ બનશે.ઈંગ્લેન્ડના ફાયનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે કેનેડાના બે મોટા પેન્શન ફંડ્સ – ‘કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ’ અને ‘ઓન્ટારિયો મ્યુનિસિપલ એમ્પ્લોઇઝ રિટાયર્મેન્ટ સિસ્ટમ‘ પોતાનો હિસ્સો વેચવાની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. આ બંને ફંડ્સ છમ્ઁમાં અનુક્રમે ૩૪ ટકા અને ૩૩ ટકા (કુલ ૬૭ ટકા) હિસ્સેદારી ધરાવે છે. આ બંને ફંડ્સ કંપનીનું મૂલ્યાંકન ૧૦ અબજ પાઉન્ડ (આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડથી વધુ) થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. આ ઉપરાંત, આશરે ૬ ટકા હિસ્સો ધરાવતી એસેટ મેનેજર કંપની ‘હર્મીસ’ પણ પોતાનો હિસ્સો વેચે તેવી શક્યતા સેવાઈ રહી છે.જી-૭ દેશોમાં પગપેસારો કરવાની સુવર્ણ તકગૌતમ અદાણી માટે આ રોકાણ માત્ર એક પોર્ટ ખરીદી પૂરતું સીમિત નથી, પરંતુ વિશ્વની પ્રભાવશાળી ય્-૭ અર્થવ્યવસ્થાઓમાં મજબૂત સ્થાન જમાવવાની એક ઉત્તમ તક છે. બ્રિટનમાં આ પ્રવેશથી અદાણી જૂથ માટે યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં વેપાર અને રોકાણના નવા દ્વાર ખુલશે.ઉલ્લેખનીય છે કે, ‘એસોસિએટેડ બ્રિટિશ પોર્ટ્સ’ બ્રિટનના કુલ દરિયાઈ વેપારમાંથી આશરે ચોથા ભાગના ૨૫ ટકા વેપારનું સંચાલન કરે છે. આ કંપની સમગ્ર દેશમાં ૨૧ જેટલા નાના-મોટા સમુદ્રી બંદરો ધરાવે છે. તેના અન્ય પ્રમુખ શેરધારકોમાં સિંગાપોરનું સોવરેન વેલ્થ ફંડ (૨૦ ટકા હિસ્સો) અને કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીનું રેન હાઉસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (૧૦ ટકા હિસ્સો) પણ સમાવિષ્ટ છે.




