
આ ખામીથી કોઈ સુરક્ષા જાેખમ ઊભું થયું ન હોવાનો કંપનીનો દાવો.જાપાનમાં ફુકુશિમા પરમાણુ મથક શરૂ કર્યાના કલાકોમાં જ ફરી બંધ. TEPCO ફુકુશિમા સાઇટ પર સફાઈ કામગીરી કરી રહી છે, જેના ખર્ચનો અંદાજ ૨૨ ટ્રિલિયન યેન મૂકવામાં આવ્યો છે.જાપાનના વિશ્વવિખ્યાત ફુકુશિમા પરમાણુ મથકની સંચાલક કંપની TEPCO એ વિશ્વના સૌથી મોટા પરમાણુ આ ન્યૂક્લીયર પાવર પ્લાન્ટને ગુરુવારે ફરીથી શરૂ કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ બંધ કરી દેવો પડ્યો હતો. ૨૦૧૧ના ફુકુશિમા પરમાણુ દુર્ઘટના પછી પ્રથમ વખત તે ફરી શરૂ થયા બાદ માત્ર થોડાં કલાકોમાં જ કામગીરી અટકાવવી પડી હતી.જાપાનના ઉત્તર-મધ્ય વિસ્તારમાં આવેલા કાશિવાઝાકી-કરીવા પ્લાન્ટના નંબર-૬ રિએક્ટરના રિ-સ્ટાર્ટ નિયંત્રણ રૉડ્સ સંબંધિત ખામીના કારણે પ્લાન્ટને ફરીથી શરૂ કરવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે, એવું આ પ્લાન્ટની સંચાલક કંપની ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપની હોલ્ડિંગ્સએ જણાવ્યું હતું. નિયંત્રણ રૉડ્સ રિએક્ટરને સુરક્ષિત રીતે શરૂ કરવા અને બંધ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે.
કંપનીએ જણાવ્યું કે આ ખામીથી કોઈ સુરક્ષા જાેખમ ઊભું થયું નથી અને સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે. પ્લાન્ટને ફરીથી શરૂ કરવાની પ્રક્રિયા ક્યારે ફરી શરૂ થશે તે અંગે હજી સ્પષ્ટતા નથી.કાશિવાઝાકી-કરીવા પ્લાન્ટમાં રિ-સ્ટાર્ટની પ્રક્રિયા ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી હતી, કારણ કે TEPCO ફુકુશિમા દાઇઇચી પ્લાન્ટનું પણ સંચાલન કરે છે, જેને ૨૦૧૧ના ભૂકંપ અને સુનામીથી ગંભીર રીતે નુકસાન થયું હતું. તે ઉપરાંત, સંસાધનનોની તીવ્ર અછત ધરાવતું જાપાન વધતી વીજળીની માંગ પૂરી કરવા માટે પરમાણુ ઊર્જાનો ઉપયોગ ઝડપી બનાવી રહ્યું છે. ફુકુશિમા પ્લાન્ટમાં રિએક્ટર ઓગળવાના અકસ્માત બાદ થયેલા ભારે રેડિયોએક્ટિવ પ્રદૂષણને કારણે આસપાસની જમીન પ્રભાવિત થઈ હતી, જેના પરિણામે કાશિવાઝાકી-કરીવાના તમામ સાત રિએક્ટરો એક વર્ષથી નિષ્ક્રિય રહ્યા હતા TEPCO ફુકુશિમા સાઇટ પર સફાઈ કામગીરી કરી રહી છે, જેના ખર્ચનો અંદાજ ૨૨ ટ્રિલિયન યેન (અંદાજે ૧૩૯ અબજ અમેરિકી ડોલર) મૂકવામાં આવ્યો છે. સાથે સાથે, કંપની તેની પ્રતિષ્ઠાને થયેલા નુકસાનમાંથી બહાર આવવાનો પ્રયાસ પણ કરી રહી છે, કારણ કે સરકારી અને સ્વતંત્ર તપાસોએ ફુકુશિમા દુર્ઘટનાનું કારણ TEPCOની નબળી સુરક્ષા સંસ્કૃતિને ગણાવ્યું હતું અને સુરક્ષા સત્તાવાળાઓ સાથેની સાંઠગાંઠ માટે તેની ટીકા કરી હતી.




